મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પર્વ વિડજાને હેમખેમ શોધી લાવનાર અધિકારીનું તાલુકા ભાજપે કર્યું સન્માન


SHARE









મોરબીના પર્વ વિડજાને હેમખેમ શોધી લાવનાર અધિકારીનું તાલુકા ભાજપે કર્યું સન્માન

મોરબીના ઘુંટુ ગામે ઉમા રેસિડેન્સીમાં મામાના ઘરે વેકેશન કરવા આવેલ સાત વર્ષના ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજાનું બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઇ જગોદરાએ ત.3 માં રોજ સાંજે ગોલો ખવરાવવાના બહાને અપહરણ કર્યું હતું જેની મોરબી તાલુકામાં ફરીયાદ નોંધાઈ હતી અને આ અપહરણના બનાવમા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદ્દર્શન હેઠળ મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલ, એલ.સી.બી. પીઆઇ એમ.આર. ગોઢાણીયા જુદી જુદી ટીમ બનાવી સધન તપાસ કરી રહ્યા હતા અને આરોપીને પકડી સાત વર્ષના બાળકને હેમખેમ તેના પરિવારને સોપયો હતો જેથી બન્ને પીઆઇને અભિનંદન આપીને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા ચેરમેન તાલુકા પંચાયત રાકેશભાઇ કાવર, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ બચુભાઇ અમૃતિયએ કામગીરીને બિરદાવી હતી અને ગુજરાત પોલીસ પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી




Latest News