મોરબીમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વયં સેવકોનો સન્માન સમારોહ યોજાયો
માળીયા (મી)ના સરવડ ગામની કે.પી. હોથી શાળાનું ૮૩.૮૭ ટકા પરિણામ
SHARE









માળીયા (મી)ના સરવડ ગામની કે.પી. હોથી શાળાનું ૮૩.૮૭ ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ધો.૧૦ નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે આવેલ છે અને મોરબી જીલ્લામાં આવેલ માળીયા (મી.) તાલુકાના સરવડ ગામે આવેલ કે.પી. હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયનું ૮૩.૮૭ ટકા પરિણામ આવ્યું છે.
માળીયાના સરવડ ગામે આવેલ શ્રી કે.પી.હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના કુલ ૩૧ વિદ્યાર્થીઓએ ધો. ૧૦ ની પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૬ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ શાળામાં પ્રથમ ક્રમે વિલપરા પૂજાએ ૯૪.૫૦ પીઆર, બીજા ક્રમે કાવર ખુશીબેને ૯૩.૦૪ પીઆર અને ત્રીજા ક્રમે સુમરા રેહાનાએ ૯૨.૪૬ પીઆર સાથે પાસ થયેલ છે
ખાખરેચી સાર્વજનિક હાઈસ્કૂલ
માળીયા (મી)ના ખાખરેચી ગામે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ધો.૧૦ માં સારું પરિણામ મેળવ્યું છે. જેમાં થડોદા રુદ્ર દિલીપભાઈ ૯૯.૧૫ પીઆર, અઘારા ધૈર્ય દિલીપભાઈ ૯૭.૬૮ પીઆર, પારજીયા આનંદ રમેશભાઈ ૯૬.૮૩ પીઆર, કાલરીયા સુમિત રતિલાલ ૯૬.૬૪ પીઆર,પારજીયા ઉર્વી પરેશભાઈ ૯૫.૯૧ પીઆર અને કૈલા મનન સંજયભાઈર૯૪.૭૫ પીઆર મેળવ્યા છે
