મોરબીમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વયં સેવકોનો સન્માન સમારોહ યોજાયો
SHARE









મોરબીમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વયં સેવકોનો સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં ઉમિયા માનવસેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે તા. ૨૧ થી ૩૧ મે સુધી અગિયાર દિવસની જ્ઞાન, દાન અને સન્માનની ત્રિવેણી જેવી સંસાર રામાયણ જ્ઞાનકથાનું આયોજન થયેલું હતું અને સતશ્રી દ્વારા લોકોને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું આ વિશાળ આયોજન સુચારુ રીતે પાર પાડવા માટે અઢીસો જેટલા સ્વયંસેવક ભાઈ અને બહેનો સતત સેવારત રહ્યાં હતાં. ત્યારે આ સ્વયંસેવકોના સેવાકાર્યનું સન્માન કરવા માનવ મંદીર લજાઈ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં બધાને પ્રમાણપત્ર આપીને સતશ્રીની છબી અને હૂંડી અર્પણ કરીને ટ્રસ્ટ પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા તેમજ મંત્રી પોપટભાઈ ગોઠીએ સન્માન્યા હતા તેમજ કથા દરમિયાન આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાયેલા ૪૭ જેટલા નવા ટ્રસ્ટીઓનું ઉમિયા માતાના ખેસથી સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. અને કથાસ્થળના યજમાન રવાપરના પૂર્વ સરપંચ ગોપાલભાઈ, જયસુખભાઈ અને રમેશભાઈ કાસુન્દ્રા બંધુઓને સન્માનવામાં આવ્યા હતા. તેમજ માનવમંદિરને ઇનોવા કાર અર્પણ કરવા બદલ ઉમિયા નવરાત્રી મંડળ વતી કાર્યકરો અનિલભાઈ વરમોરા અને એમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં સાડા ચારસોથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી સિનિયર ટ્રસ્ટીઓ પૈકી લીંબાભાઈ મસોત, ગોપાલભાઈ કાસુન્દ્રા અને વિઠ્ઠલભાઈ પાંચોટીયા દ્વારા ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
