મોરબીના શનાળા રોડે માર્કેટ યાર્ડમાંથી ૪ લાખની કિંમતના ૧૧૭ મણ જીરૂની ચોરી
SHARE









મોરબીના શનાળા રોડે માર્કેટ યાર્ડમાંથી ૪ લાખની કિંમતના ૧૧૭ મણ જીરૂની ચોરી
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડના શેડમાં વેપારી દ્વારા જીરૂનો જથ્થો મૂકવામાં આવ્યો હતો જે ૧૧૭ પણ જીરૂની કોઈ અજાણ્યો શખ્શ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા વેપારી દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર લાખના માલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા રમેશભાઇ ચુનીલાલ દેત્રોજા (૫૨)એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી શહેરના રોડ પર આવેલ માર્કેટયાર્ડમાં શેડની અંદર તેના ૩૯ કોથળા જેમાં ૧૧૭માં જીરૂનો જથ્થો ભરેલો હતો તે કોઈ અજાણ્યા શખ્સે ગત તા. ૩/૫ ના બપોરના ૨:૧૫ થી ૪:૩૦ વાગ્યા દરમ્યાન ચોરી કરી ગયેલ છે જેથી કરીને ચાર લાખ રૂપિયાની કિંમતના જીરૂની ચોરી થયેલ હોય ભોગ બનેલા વેપારી દ્વારા તેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં મોરબી માર્કેટ યાર્ડની અંદર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
બીયર ઝડપાયા
ટંકારાના ખાખરા ગામે નદીના કાંઠે આવેલ પ્રફુલ ચનાભાઈ અઘારીયાની વાડીએ ઓરડીમાં દારૂ-બિયર હોવાની માહિતી મળી હતી તેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઓરડીમાંથી બીયરના ૧૦ ટીન મળી આવતા પોલીસે એક હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પ્રફુલ ચનાભાઈ અઘારીયા હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
