મોરબીના શનાળા રોડે માર્કેટ યાર્ડમાંથી ૪ લાખની કિંમતના ૧૧૭ મણ જીરૂની ચોરી
હળવદ નજીક થયેલ અકસ્માતમાં ઇજા પામેલા ટ્રાવેલ્સના ડ્રાઈવરનું સારવારમાં મોત
SHARE









હળવદ નજીક થયેલ અકસ્માતમાં ઇજા પામેલા ટ્રાવેલ્સના ડ્રાઈવરનું સારવારમાં મોત
(હરેશભાઈ પરમાર) હળવદના કવાડીયા પાસે બે દિવસ પેહલા ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ટ્રાવેલ્સના ડ્રાઈવર સહિત કુલ મળીને ૧૦ લોકોને ઇજા થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન હાલમાં ટ્રાવેલ્સના ડ્રાઈવરનું મોત નીપજયું છે જેથી હળવદ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ કાવડિયા નજીક ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટ્રાવેલ્સનો ડ્રાઈવર સહિત કુલ ૧૦ જેટલા લોકોને ઇજા થઈ હતી અને ટ્રાવેલ્સનો ડ્રાઈવર વાહનમાં ફસાઇ ગયો હતો જેથી તેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા જો કે, ટ્રાવેલ્સના ડ્રાઈવર પ્રદીપભાઈ મૂળજીભાઇ પરમાર (૫૯) રહે. વૃંદાવન પાર્ક ધ્રાંગધ્રા વાળનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી હળવદ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી છે
