મોરબીના ઘુળકોટ ગામે દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ
વાંકાનેરના જોધપર ખારી, મહીકા સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડયા
SHARE









વાંકાનેરના જોધપર ખારી, મહીકા સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડયા
(શાહરૂખ ચૌહાણ દ્વારા) ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાતાવરણમાં પલટો છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને વરસાદી વાદળો પણ બંધાતા હોય તેવું દેખાઈ રહ્યું છે તેવામાં મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જોધપર ખારી અને મહીકા ગામ તેમજ તેની આસપાસના વિસ્તારમાં મંગળવારે વરસાદી છાંટા પડયા હતા જેથી કરીને ગરમીમાંથી સ્થાનિક લોકોને રાહત મળી હતી અને હજુ પણ વરસાદી વાતાવરણ છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના આજુબાજુના વિસ્તારની અંદર દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ગરમીમાં રાહત દેખાઈ રહી છે તેમજ વરસાદી વાતાવરણ ધીમેધીમે બનતું હોય તેવો પણ નજારો જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી છાંટા પડયા છે માટે હવે મેઘરાજા મનમુકીને આગામી દિવસોમાં વરસે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે
