મોરબીના સનાળા રોડે નવી કાર અપાવનારા ઓટો કન્સલ્ટ વાળા યુવાનને બે શખ્સોએ કારના પાર્સિંગ મુદે મારમાર્યો
હળવદના મથક ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતાનું યુવતીના પિતાએ રાયધ્રા પાસેથી કર્યું અપહરણ
SHARE









હળવદના મથક ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતાનું યુવતીના પિતાએ રાયધ્રા પાસેથી કર્યું અપહરણ
હળવદ તાલુકાના મથક ગામે રહેતા યુવાનના ભાઈએ પ્રેમલગ્ન કરેલાં હોય તેનો ખાર રાખીને યુવતીના પિતા દ્વારા પ્રેમ લગ્ન કરનાર યુવાનના પિતાનું તેની ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનના ભાઈએ યુવતીના પિતાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે ટાવર વાળી શેરીમાં રહેતા મહેશભાઈ મગનભાઈ રીબડીયા જાતે કોળી (ઉંમર ૨૦)એ હાલમાં મથકમાં રહેતા મુકેશભાઈ કાળુભાઈ રાવળદેવની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી મુકેશભાઈની દીકરી રેખાની સાથે ફરિયાદીના ભાઈ સાગરે પ્રેમલગ્ન કરેલા છે તે બાબતનું મનદુઃખ રાખીને મુકેશભાઈએ પોતાની ગાડીમાં રાયધ્રા ગામના પાટિયા પાસેથી ફરિયાદીના પિતા મગનભાઈ (ઉંમર ૫૦) નું અપહરણ કર્યું હતું અને ફરિયાદી મહેશભાઈના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મહેશભાઈ મગનભાઈએ હાલમાં મુકેશભાઈ કાળુભાઈ રાવળદેવની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૫, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે
મારામારીમાં ઇજા
મોરબી નજીક ભડિયાદ કાંઠા પાસે આવેલ સન સિરામિક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પ્રભાબેન કેશુભાઈ સોમાણી (ઉંમર ૫૦) રહે. ભડીયાદ કાંઠે વાળીને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને મારામારીના બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
ઝેરી દવા પી લીધી
વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે રહેતા રોહિતભાઈ કાળુભાઈ સોલંકી (ઉંમર ૧૯) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની આગળની તપાસ શરૂ કરી હતી
