હળવદના મથક ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતાનું યુવતીના પિતાએ રાયધ્રા પાસેથી કર્યું અપહરણ
હળવદના ચરાડવા ગામે બે મકાનમાંથી રોકડ-દાગીના મળીને ૮૦,૫૦૦ ના મુદામાલની ચોરી
SHARE









હળવદના ચરાડવા ગામે બે મકાનમાંથી રોકડ-દાગીના મળીને ૮૦,૫૦૦ ના મુદામાલની ચોરી
હળવદ તાલુકાના ચરાડવા ગામે બે રહેણાંક મકાનની અંદર ચોરી કરવામાં આવી હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે અને તસ્કરો ૮૦,૫૦૦ નો મુદામાલ ચોરી કરી ગયા છે જેથી પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે હાલમાં આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેણાંક મકાનમાં ચોરી કરવા માટે આવેલા શખ્સને ગઈકાલે સ્થાનિક લોકો દ્વારા પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હાલમાં ચરાડવામાં બે મકાનની અંદર ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે જેમાં ચરાડવા ગામે રહેતા અને ખેતીનું કામ કરતાં રમણીકભાઈ ધનજીભાઈ સોનાગ્રા (૩૨) એ જણાવ્યુ છે કે, ગત તા. ૧૮/૫ ના રાત્રિના એક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ચાર વાગ્યા સુધીમાં તેઓના ઘરની અંદર દરવાજાના તાળા તોડીને તસ્કરે પ્રવેશ કર્યો હતો અને કબાટના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને તેઓના ઘરમાંથી તેમજ તેની બાજુના અન્ય એક વ્યક્તિના ઘરમાંથી કુલ મળીને ૩૦,૫૦૦ રૂપિયા અને ૪૭૦૦૦ ના સોના-ચાંદીના દાગીના આમ કુલ મળીને ૮૦૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મારામારીમાં ઇજા
મોરબી શહેરના ત્રાજપર પાસે આવેલી યોગીનગરમાં બે શખ્સો દ્વારા નિસીત રાઘવજીભાઇ વરાણીયા રહે. ઘુટુ રોડ સિલ્વર પાર્ક વાળાને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને મારામારીના બનાવમાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને મારામારીના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
