હળવદના ચરાડવા ગામે બે મકાનમાંથી રોકડ-દાગીના મળીને ૮૦,૫૦૦ ના મુદામાલની ચોરી
હવે હળવદના સરા રોડ ઉપર આવેલ ફોરેસ્ટ ઓફિસ સામેથી ત્રણ લાખની કિંમતની બોલેરોની ચોરી
SHARE









હવે હળવદના સરા રોડ ઉપર આવેલ ફોરેસ્ટ ઓફિસ સામેથી ત્રણ લાખની કિંમતની બોલેરોની ચોરી
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ચોરીના બનાવો રોકવા માટે થઈને લાખ પ્રયત્નો કરવામાં આવે છે તેમ છતાં પણ ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે જેથી કરીને સ્થાનિક લોકોની તેમજ પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી તેવામાં હળવદના સરા રોડ ઉપર આવેલ ફોરેસ્ટ ઓફિસ સામે શિવએગ્રોની દુકાનની બાજુમાં પાર્ક કરવામાં આવેલ બોલેરોની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ત્રણ લાખ રૂપિયાની કિંમતની બોલેરો પીકપ ગાડીની ચોરી થઇ હોવા અંગેની ફરિયાદ ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
છેલ્લા ઘણા દિવસોથી હળવદના જુદાજુદા વિસ્તારોની અંદર ચોરીની ઘટનાઓને તસ્કરો દ્વારા અંજામ આપવામાં આવી રહ્યા છે અને રોકડ, સોના ચાંદીના દાગીના સહિત જે વસ્તુ હાથમાં આવે તેની ચોરી કરવામાં આવી રહી છે જેથી સ્થાનિક લોકો રાત ઉજાગરા કરી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ પેટ્રોલીંગ કરવામાં આવી છે તેમ છતાં પણ સતત ચોરીના બનાવો સામે આવ્યા છે તેવામાં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા જયેશભાઈ મગનભાઈ માલાસણા જાતે પટેલ (ઉંમર ૩૨) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરોની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૨/૬ ના સવારના ૮ થી ૪ સુધી તેઓએ સરા રોડ ઉપર ફોરેસ્ટ ઓફિસ સામે આવેલ શિવ એગ્રો નામની દુકાનની બાજુના પ્લોટમાં તેઓની બોલેરો ગાડી નંબર જીજે ૧૩ વી ૫૧૯૫ પાર્ક કરીને મૂકી હતી જેને કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં તેઓએ પોતાની 3 લાખ રૂપિયાની બોલેરો ગાડી ચોરાઈ હોવા અંગેની અજાણ્યા શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામે રહેતા ભીમજીભાઇ કરશનભાઇ ચાવડા (ઉંમર ૪૦) ને વિરપરથી આગળના ભાગમાં આવેલ ગ્રીનલેન્ડ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ભીમજીભાઇ ચાવડાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
