હવે હળવદના સરા રોડ ઉપર આવેલ ફોરેસ્ટ ઓફિસ સામેથી ત્રણ લાખની કિંમતની બોલેરોની ચોરી
મોરબીમાં આધેડના ચાર પ્લોટની જમીનમાં ઉપર કબ્જો કરી લેનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE









મોરબીમાં આધેડના ચાર પ્લોટની જમીનમાં ઉપર કબ્જો કરી લેનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીના માધાપર રેવન્યુ સર્વે નંબર ૧૨૭૫ ની જમીનમાં આધેડના પ્લોટ આવેલા છે તેમાં બે શખ્સો દ્વારા કુલ મળીને ૨૨૭.૫૪ ચો.મી. જમીનમાં ગેરકાયદે કબ્જો કરી લેવામાં આવેલ છે જેથી કરીને આધેડે મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દર્પણ-૧ માં શિવમ પેલેસ બ્લોક નંબર ૨૦૨ માં રહેતા વિરજીભાઇ છગનભાઇ કુંડારીયા જાતે પટેલ (૫૩)એ હિરાલાલ માવજીભાઇ પરમાર અને ખીમજીભાઇ માવજીભાઇ પરમાર રહે. બંન્ને ઓમ પાર્ક પાસે, અવધ સોસાયટી પાસે, નાની કેનાલ રોડ, મોરબી વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૨૦ ના જુલાઇ મહિનામાં આરોપીએ ફરીયાદીની માલિકીની સ્થાવર મિલ્કત માધાપર સર્વે નંબર ૧૨૭૫ ખાતા નંબર-૨ વાળી બીનખેતીની જમીન હેકટર ૦-૪૭-પપ ચો.મી. ક્ષેત્રફળ વાળી જગ્યા છે તે જમીનમાં ફરીયાદીના પ્લોટ નં- ૧ થી ૪ ની જગ્યામાં પ્લોટ નં-૧ માં ૫૨.૫૦ ચો.મી., પ્લોટ નં-ર માં ૬૫.૮૫ ચો.મી., પ્લોટ નં-૩ માં ૫૮.૬૪ ચો.મી. તથા પ્લોટ નં-૪ માં ૫૦.૫૫ ચો.મી. આમ આસરે કુલ ૨૨૭.૫૪ ચો.મી. જમીનમાં ગેરકાયદે કબ્જો કરી ફરતી ફેન્સીંગ વાડ કરી નાખેલ છે અને જમીન પચાવી પાડી છે જેથી કરીને આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૧), (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા દયાબેન ભૂદરભાઇ વિઠલાપરા (ઉંમર ૬૪) બાઈકમાં પાછળના ભાગમાં બેસીને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલી જીઆઈડીસીના નાકા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અકસ્માતે કોઈ કારણોસર તેઓ બાઇકમાંથી નીચે પટકાયા હતા જેથી કરીને દયાબેનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
