મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે બે દિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર યોજાશે
મોરબી સીવીલમાં ગાયનેકોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ અને જનરલ સર્જન (વર્ગ-૧)ની જગ્યાઓ ભરવામાં આવી: બ્રિજેશ મેરજા
SHARE









મોરબી સીવીલમાં ગાયનેકોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ અને જનરલ સર્જન (વર્ગ-૧)ની જગ્યાઓ ભરવામાં આવી: બ્રિજેશ મેરજા
મોરબી ખાતેની સીવીલ હોસ્પિટલમાં જુદાજુદા પ્રકારના તજજ્ઞ-ડોકટરોની વર્ગ-૧ ની ખાલી જગ્યાઓ ભરાય તે માટે મોરબી માળીયા(મિં.) ના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સતત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ચીફ પર્સોનલ ઓફિસર કમિશ્નર- આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ તથા અધિક મુખ્ય સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ આરોગ્ય મંત્રી સમક્ષ સતત રજુઆતો કરીને તથા સઘન ફોલોઅપ કરતાં રહ્યા હતા.તેના પરિણામ સ્વરૂપે મોરબી સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ વર્ગ-૧ તરીકે ડો.મિરલ આદ્રોજા, જનરલ સર્જન તરીકે ડો.યશ પટેલ તથા રેડીયોલોજીસ્ટ વર્ગ-૧ તરીકે ડો.હર્ષિલ અઘેરાની નિમંણૂકોના હુકમો કરી દેવામાં આવ્યા છે.
આમ તજજ્ઞ વર્ગ-૧ ના ડોકટરોની સેવાઓ મોરબી સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાયેલ છે.હાલ ઓર્થોપેડિક સર્જન તરીકે સીએમ સેતુ યોજના હેઠળ ભરાયેલ છે. આમ મોરબી સીવીલ હોસ્પિટલની વર્ગ-૧ ના તજજ્ઞ ડોકટરો તથા વર્ગ-૨ ના મેડીકલ ઓફિસરોની ૯૦ ટકા જેટલી જગ્યાઓ ભરાય ગયેલ છે. જેનો લાભ સીવીલ હોસ્પિટલમાં આવતાં ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર સારી સારવાર આવાં તજજ્ઞ વર્ગ -૧ ડોકટરો મારફત મળે તે માટે સતત ચિંતા સેવીને બ્રિજેશ મેરજાએ આ જગ્યાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભરાય તે માટે જે જહેમત ઉઠાવી હતી તે ફળી છે . શ્રી બ્રિજેશ મેરજાએ ઉપરોકત જગ્યાઓ આરોગ્ય વિભાગ દ્વારા ભરવામાં આવતાં માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર વ્યકત કરેલ છે
