મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે બે દિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર યોજાશે


SHARE









મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે બે દિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર યોજાશે

સમગ્ર લક્ષી શિક્ષણને ધ્યાનમાં લઈને સાર્થક વિદ્યામંદિર વિવિધ પ્રકારના પ્રશિક્ષણ માટે હંમેશા કાર્યશીલ હોય છે. આ વર્ષે નવું સત્ર શરૂ થાય તે પહેલા શિક્ષકો માટે પ્રશિક્ષણ/ટ્રેનિંગ સેમિનાર યોજાશે. જેમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવશે.

કોરોના કાળની વિદ્યાર્થીના શિક્ષણ પર થયેલી અસરો, બ્રીજ કોર્સ, વહીવટી કાર્યો, મૂલ્ય અને પ્રવૃત્તિ શિક્ષણ, વાંચન- આધ્યાત્મ -સ્વાસ્થ્ય- ટેકનોલોજી અને શિક્ષણ વગેરે મુદ્દાઓ બાબતે સામૂહિક તેમજ ગ્રુપ મીટીંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આધુનિક સમયમાં શિક્ષણ માટેના પરિવર્તન અને પડકારો બાબતે ચર્ચા થશે .જુના તેમજ નવા આચાર્યોને કાર્યની સંપૂર્ણ માહિતી મળી રહે તે હેતુથી સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે આવું આયોજન થાય છે .તા. ૧૦ અને ૧૧ જૂન દરમિયાન યોજાનાર આ ટ્રેનિંગમાં શાળાનો સંપૂર્ણ સ્ટાફ તેમજ કેટલાક શિક્ષણવિદો હાજર રહેશે. તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ છે




Latest News