મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનને પોલીસની કામગીરીને બિરદાવી
SHARE









મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનને પોલીસની કામગીરીને બિરદાવી
મોરબી માર્કેટ યાર્ડમાંથી કરવામાં આવેલ જીરાની ચોરીનો ભેદ ઉકેલીને આરોપીને પકડવાની સાથોસાથ પોલીસે તમામ મુદામાલ પણ રિકવર કરેલ છે જેથી કરીને પોલીસની આ કામગીરીને હાલમાં યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા બિરદાવવામાં આવી છે
મોરબી માર્કેટ યાડૅમાંથી તા.૩૦-૬ ના રોજ વહેલી સવારે આશરે ૩ વાગ્યાની આસપાસ જીરૂના સેડમાંથી જીરૂની ૩૯ બોરી ચોરાયેલ હતી. જેની કિંમત આશરે ૪,૫૦,૦૦૦ જેવી હતી. આ ઘટનાની જાણ સવારે મોરબી સીટી એ ડીવીઝનને કરેલ હતી. અને તેના આધારે એ ડીવીઝનના પોલીસ સ્ટાફે તાત્કાલિક કાયૅવાહી શરૂ કરી હતી અને તપાસ કરતા રાજસ્થાનથી જીરૂ બોરી નંગ ૩૯ તથા ચોરીમાં વપરાયેલ વાહન સહિતનો મુદામાલ કબ્જે કરેલ છે અને ચોરને પણ ઝડપી લીધા છે જેથી પોલીસની આ કામગીરી બદલ મોરબી માર્કેટયાડૅના સહકારી તથા બજાર સમિતિના આગેવાન મગનલાલ ધનજીભાઇ વડાવિયા અને મોરબી યાર્ડના ચેરમેન ભવાનભાઇ કુંવરજીભાઇ ભાગીયાએ એ ડીવીઝનના પીઆઇ પંડયા તથા તમામ પોલીસ સ્ટાફને અભિનંદન આપેલ છે
