મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીમાં શહેર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ તિરંગા બાઈક યાત્રા યોજાઇ
SHARE









મોરબીમાં શહેર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ તિરંગા બાઈક યાત્રા યોજાઇ
મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ તિરંગા બાઈક યાત્રાનું સરદાર સાહેબની પ્રતિમા નવા બસ સ્ટેન્ડ ખાતેથી આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રભારી મહાવીરસિંહ જાડેજા, ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સુખદેવભાઈ, મોરબી શહેર યુવા મોરચાના પ્રભારી તરુણભાઇ અઘારા, શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અજયભાઇ ગરચર, અરુણભાઈ રામાવત, મિતુલભાઈ ધ્રાંગા, કેયુરભાઈ પંડ્યા, રવિભાઈ રબારી, રાહુલભાઈ હુંબલ, જયેશભાઇ ડાભી,તેમજ મંત્રી શક્તિસિંહ જાડેજા, વિરલભાઈ તેમજ સિદ્ધરાજસિંહ ઝાલા તેમજ ગોપાલભાઈ ભટ્ટ, નવીનભાઈ સહીતના યુવા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
