મોરબીમાં શહેર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ તિરંગા બાઈક યાત્રા યોજાઇ
મોરબીના વસંત પ્લોટમાંથી ૯૪ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ
SHARE









મોરબીના વસંત પ્લોટમાંથી ૯૪ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ
મોરબી વસંત પ્લોટમાંથી એલસીબીની ટીમે વિદેશીદારૂની ૯૪ બોટલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેની પાસેથી ૪૨૯૬૫ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે શકિતસિંહ ઝાલા, યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમી આધારે મોરબી વસંતપ્લોટમાંથી દારૂની જુદીજુદી ૯૪ બોટલ સાથે આરોપી અમૃતભાઇ ઉર્ફે અમુ પ્રવિણભાઇ પઢારીયા જાતે લુહાર (૩૪) રહે. નાની રાવલશેરી મોઈબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૪૨૯૬૫ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે અને તેની પાસેથી દેવો ઉર્ફે લાલજીભાઇ પરમાર જાતે કોળી રહે. વાવડી રોડ કબીર આશ્રમ પાસે મોરબી વાળાનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
