મોરબી ત્રાજપર ચોકડી પાસેથી ૧૦ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
SHARE









મોરબી ત્રાજપર ચોકડી પાસેથી ૧૦ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
મોરબી ત્રાજપર ચોકડીથી વાંકાનેર તરફ જવાના રસ્તા પાસે આવેલ સર્વિસ રોડ ઉપરથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસને ૮૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલી દારૂની બોટલો ક્યાંથી આવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ચોકડીથી વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર આવેલ સર્વિસ રોડ ઉપરથી પસાર થતા એક શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની ૧૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરતભાઈ દેવાયતભાઈ બોરીચા (૪૦) રહે. સિદ્ધિવિનાયક સોસાયટી પાછળ મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કયાંથી લઈને આવ્યો હતો અને કોને આપવા જતો હતો તે દિશામાં બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવે છે
મોરબીના પંચાસર રોડ ઉપર ખ્વાજા પેલેસ સામેથી પોલીસે એક બોટલ દારૂ સાથે સાહિલ ઉર્ફે સવો સલીમભાઈ મોવર જાતે મિયાણા (૨૪) રહે. ખ્વાજા પેલેસ વાળી શેરી પંચાસર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબીના માધાપર શેરી નં-૨૦ માંથી પસાર થતાં શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે સાહિલભાઈ હિતેશભાઈ વિઠલાપરા (૨૨) રહે. માધાપર શેરી નં-૧૨ વાળાની ૩૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે
