મોરબી: ટાઇલ્સના માર્કેટિંગનો ધંધો કરતો યુવાન સવા મહિનાથી ગુમ
SHARE









મોરબી: ટાઇલ્સના માર્કેટિંગનો ધંધો કરતો યુવાન સવા મહિનાથી ગુમ
ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતો અને ટાઇલ્સના માર્કેટિંગનો ધંધો કરતો યુવાન છેલ્લા ઘણા દિવસોથી ગૂમ થઈ ગયેલ છે જેથી તે યુવાનના પિતા દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમનો દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુમસુધા નોંધી કરીને યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા અશોકભાઈ મનજીભાઈ વામજા જાતે પટેલ (૫૨) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમનો દીકરો રવિ અશોકભાઈ વામજા (૩૬) રહે, લજાઈ વાળો ગુમ થઈ ગયો હોવા અંગેની ગુમસુદા ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેમનો દીકરો ટાઈલ્સ માર્કેટિંગનો ધંધો કરતો હતો અને ગત તા.૬/૫/૨૨ ના રોજ પોતાના ઘરેથી ટાઈલ્સના માર્કેટિંગ જાઉં છું તેવું કહીને નીકળ્યો હતો અને ત્યાર બાદ હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી રવિ વામજા ગુમ થયો હોવા અંગેની તેના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધી કરીને યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
