મોરબી શહેર અને જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા હોદેદારો અને આગેવાનોની મીટીંગ મળી
મોરબીના વેજીટેબલ રોડ ઉપર અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારની ધરપકડ
SHARE









મોરબીના વેજીટેબલ રોડ ઉપર અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારની ધરપકડ
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલી યુનિક સ્કૂલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઇક લઈને ધરમપુર તરફ જતાં યુવાનના બાઇકને બીજા બાઇક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને તે યુવાનને પેટ અને લીવરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવારમાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ અકસ્માત સર્જનારા બાઇક ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના ધરમપુર ગામે રહેતો મનહરસિંહ રવિન્દ્રસિંહ તોમર (૨૧) નામનો યુવાન થોડા દિવસો પહેલા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં નાસ્તો લઈને ઘરે જતો હતો તે દરમિયાન રસ્તામાં ધરમપુર-વેજીટેબલ રોડ ઉપર સ્મશાન સામે આવેલ યુનીક સ્કુલની પાસે બાઇક નંબર જીજે ૩ એએફ ૧૫૩૧ ના ચાલકે મનહરસિંહના બાઇક નંબર જીજે ૩૬ એચ ૪૩૪૧ ને હડફેટે લીધું હતું જેથી કરીને મનહરસિંહને પેટ અને લીવરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી પોલીસે મૃતકના પિતા રવિન્દ્રસિંહ ચંદ્રસિંહ તોમરની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં અકસ્માત સર્જનારા બાઇક ચાલક મયૂરસિંહ અનોપસિંહ ઝાલા (૨૮) રહે. ભગ્યલક્ષ્મી સોસાયટી, મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે
આરોપી પકડાયો
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામના શાંતિનગર વિસ્તારમાં રહેતા ચંદુભાઈ જગજીવનભાઈ સંઘાણી જાતે પટેલ (૫૫) પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે તા.૫-૬ ને રવિવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર ચોકડી પાસે તેમના બાઇકને ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૮૧૨૩ ના ચાલકે હડફેટે લેતા ચંદુભાઈ સંઘાણીને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા જયદીપભાઈ ચંદુભાઈ સંઘાણી જાતે-પટેલ (૨૫) મોરબી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી ગોપાલભાઈ ભીખાભાઇ ચૌહાણ (૩૨) રહે. શક્તિ સોસાયટી થાન વાળાની ધરપકડ કરેલ છે
મારામારીમાં ઇજા
મોરબીની મેમણ કોલોનીમાં રહેતા ગફારભાઈ જુસાભાઇ પાસવાની નામના ૫૦ વર્ષિય આધેડને શાક માર્કેટ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મિંયાણાના વવાણીયા ગામે રહેતા અલ્લારખાભાઈ એમદભાઈ ટાંક નામના ૪૨ વર્ષીય યુવાનને ઘરે આવીને ધોકા વળે મૂઢ માર મારવામાં આવ્યો હોય તેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રહેવાસી ધ્રુવ લાલજીભાઈ કારોલીયા નામના ૨૦ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.
