હળવદના વિદ્યાપાર્કમાં બંધ મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૮ શખ્સ ૧.૫૩ લાખના મુદામાલ સાથે પકડાયા
મોરબી શહેર અને જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા હોદેદારો અને આગેવાનોની મીટીંગ મળી
SHARE









મોરબી શહેર અને જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા હોદેદારો અને આગેવાનોની મીટીંગ મળી
મોરબી શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નં- ૯ ના કાર્યકર આગેવાનોની એક ચૂંટણી લક્ષી અને ભારત જોડોના અભિયાનના કાર્યક્રમ ની ચર્ચા માટે મિટિંગ મળી હતી અને આજના સમયમાં પ્રજા મોઘવારી અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિત અને સામાજિક અસમાનતામાં પરેશાન છે ત્યારે આવનાર સમયમાં એકતા અને અખંડતા જળવાઇ રહે તે માટે આવનાર સમયમાં કોગ્રેસ પક્ષને મજબૂત બનવા અને ભાજપની પ્રજા વિરોધી સરકારની સામે અવાજ ઉઠાવવાની મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખે જયંતીભાઈ જે.પટેલે હોદેદારો, આગેવાન માએ કાર્યકરોને હાકલ કરેલ છે આ કાર્યક્રમમાં મનોજભાઈ પનારા, એલ.એમ. કંઝરિયા, મહેશભાઈ રાજ્યગુરૂ, કે.ડી. પડસુબિયા, રમેશભાઈ રબારી, રાજુભાઈ કાવર, પી.પી બાવરવા, કે.ડી બાવરવા, પ્રભાબેન જાદવ, સરલાબેન, અશ્વિનભાઈ વિડજા, ચેતન એરવડિયા, નિલેશભાઈ ભાલોડિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, તેમજ યુવા પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, ટી.ટી.કેલા સહિતના મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા
