મોરબીના પીપળી રોડે આવેલ કારખાનામાં કિલન બ્લાસ્ટ મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે જીવલેણ અકસ્માત સર્જનારા ટ્રક ચાલકની ધરપકડ


SHARE

















મોરબીના ભરતનગર પાસે જીવલેણ અકસ્માત સર્જનારા ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા આધેડ ખોખરા હનુમાનથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પોતાનું બાઇક લઈને પસાર થતા હતા ત્યારે ટ્રક ચાલકે અચાનક વળાંક વાળતા બાઇકને હડફેટે લીધું હતું અને આધેડને છાતીના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરાએ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ટ્રક ચાલકની ધરપકડ કરેલ છે.

મહેન્દ્રનગર ગામે સ્મશાન પાસે રહેતા અજીતભાઈ ભવાનભાઈ વડાવીયા (૫૦) પોતાનું બાઇક લઇને મોરબી નજીકના ખોખરા હનુમાનથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓને ટ્રક નંબર જીજે ૧૦ એક્સ ૯૨૭૩ ના ચાલકે અચાનક વળાંક વાળતા બાઇક સહીત અજિતભાઈને હડફેટે લીધા હતા અને તેમને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેથી અજીતભાઈનું મોત નીપજયું હતું.આ બનાવમાં મૃતકના દીકરા સુનીલભાઇ અજીતભાઇ હળવદીયા (૨૩) એ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ટ્રક ચાલક ગોવિંદભાઇ ભગવાનજીભાઈ બાબરિયા જાતે બોરિચા (૩૬) રહે.એસપી રોડ મોરબી વાળાની પીએસઆઈ અજમેરી અને રાઇટર વાસુદેવભાઈ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ઘૂંટુ રોડ ઉપર બાઇક લઇને જતાં કેતનભાઇ દિનેશભાઈ મપમદોયા નામના ૨૫ વર્ષીય યુવાનના બાઈકને અજાણ્યા રિક્ષા ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા કેતનભાઇને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ધાંગધ્રાના રહેવાથી કમલેશભાઈ ઘનશ્યામભાઈ ઉઘરેજા નામના ૩૬ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા કમલેશ ઉઘરેજાને સારવાર માટે મોરબી લવાયો હતો.તેમજ હળવદના ઘનશ્યામપુર ગામે વાડી વિસ્તારમાં બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં મનિષાબેન માંગરીયાભાઈ બામણીયા નામની ૩૦ વર્ષીય મહિલાને ઈજાઓ પહોંચતા તેણીને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામના પાટિયા પાસે રહેતા રાજુરામ મણીરામ બિસ્નોઈ નામના ૨૯ વર્ષીય રાજસ્થાની યુવાનને ટીંબડી નજીકના ધ્રુવ કોમ્પલેક્ષ પાસે ટાટા ટેલિકોમ નજીક રામનિવાસ બીસ્નોઇ દ્વારા માર મારવામાં આવ્યો હોય સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. તેમજ મોરબીના લાલપર ગામે રહેતા દિનેશભાઇ બચુભાઈ મકવાણા નામના ૪૨ વર્ષીય યુવાનને ગામ નજીક પુલ પાસે મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

જુગાર રમતા પકડાયા

મોરબીના શાકમાર્કેટ પાસે આવેલ દાણાપીઠ નજીક નગરપાલિકાના પાણીના ટાંકા પાસે જાહેરમાં આવતા જતા લોકો પાસે વર્લી જુગારના આંકડા લેતા અયુબ ગુલામભાઈ કાસમાણી જાતે મેમણ (૫૦) ની રોકડા રૂપિયા ૫૧૦૦ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી સાથે એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.




Latest News