મોરબી જીલ્લામાં રક્ષિત ઘુડખર અભ્યારણ્યમાં ૧૫ ઓક્ટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ
વાંકાનેરના ચંદ્રપુર-ભાટિયા સોસાયટીમાં નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ સાથે આંદોલન
SHARE









વાંકાનેરના ચંદ્રપુર-ભાટિયા સોસાયટીમાં નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ સાથે આંદોલન
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની ચંદ્રપુર ગ્રામ પંચાયત હેઠળ આવતી ચંદ્રપુર અને ભાટિયા સોસાયટીમાં નર્મદાનું પાણી પીવા માટે લોકોને આપવામાં આવતું નથી જેથી કરીને લોકોની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ સાથે આજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
ચંદ્રપુર અને ભાટિયા સોસાયટીમાં લોકોને પાણી માટે અન્યાય કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે આજથી લોકોને સાથે રાખીને સ્થાનીક આગેવાનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પીવા લાયક પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં લોકોએ જણાવ્યુ છે કે, આ સમસ્યા ઉકેલવા માટે અગાઉ પાણી પુરવઠા વિભાગ, તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય અનેક જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે પણ લોકો પગલાં લેવામાં આવેલ નથી અને લોકો પાણી માટે હેરાન થાય છે માટે નાછૂટકે આંદોલન કરવામાં આવ્યું છે.
