મોરબીના ખાખરડા પાસે રિક્ષા પલટી મારી જતા મોડપરના યુવાનનું મોત
મોરબીના નીચી માંડલ પાસે ખેતરમાંથી મળેલ લાશની ઓળખ મળી
SHARE









મોરબીના નીચી માંડલ પાસે ખેતરમાંથી મળેલ લાશની ઓળખ મળી
મોરબીના નીચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનાની બાજુમાં આવેલ ખેતરમાંથી અજાણ્યા ૪૦ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી હતી તેવામાં મૃતક યુવાનની પત્નીએ આવીને મૃતક યુવાનની ઓળખ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીના નીચી માંડલ ગામે સેગા સીરામીકની બાજુમાં આવેલ બાબુભાઈ પ્રભુભાઈ કુંડારિયાના ખેતરમાં અજાણ્યા ૪૦ વર્ષના યુવાનની લાશ પડી હોવાની જાણ થતા પરસોત્તમભાઈ બચુભાઈ પરમાર રહે. મહેન્દ્રનગર વાળા તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેવામાં તળાવિયા શનાળા પાસે આવેલ રોલજા સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા રાણીબેન રાકેશભાઈ અને જીવણભાઈ દૂધાભાઈ આવ્યા હતા અને તેને મૃતક યુવાન રાકેશભાઈ દલુભાઈ આહિરવાલ જાતે આદિવાસી (૩૮) રહે. રોલજા સિરામિકના લેબર કવાર્ટર વાળા હોવાનું ઓળખી બતાવ્યુ હતું અને રાણીબેન મૃતક યુવાનના પત્ની હોય પોલીસે આગળની કાર્યવાહી કરી હતી
દવા પી જતાં સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર નજીક સિરામિક સિટીમાં રહેતો ધર્મેન્દ્ર સવજીભાઈ વડાલીયા નામનો ૪૮ વર્ષીય યુવાન વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીક ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.પોલીસને આપેલ નિવેદનમાં તેણે ભૂલથી દવા પીવાઇ ગઇ હોવાની પોલીસને કેફિયત આપી હતી..!
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના જાંબુડીયા ગામે રહેતા સંગીતાબેન વનારીયા નામની એકવીસ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ઢુવા ચોકડી પાસે તેઓ અકસ્માતે બાઇકમાંથી નીચે પડી જતાં તેઓને બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે રહેતા લાલદાસભાઈ બાઇક લઈને જતાં હતા ત્યારે લાલપર નજીક ટ્રક ચાલકે તેને હડફેટે લેતા તેને ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈને ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
