મોરબી પાલિકા સહિત જિલ્લામાં પીવાનું પાણી સમયસર આપવા અધિકારીને મંત્રી બ્રિજેશભાઈની તાકીદ
મોરબીના ખાખરડા પાસે રિક્ષા પલટી મારી જતા મોડપરના યુવાનનું મોત
SHARE









મોરબીના ખાખરડા પાસે રિક્ષા પલટી મારી જતા મોડપરના યુવાનનું મોત
મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ ખાખરાળા ગામ નજીક છકડો રિક્ષા પલટી મારી જવાનો બનાવ ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાનાં અરસામાં બન્યો હતો જેમાં મોડપર ગામના દેવીપુજક યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાનાં અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં છકડો રિક્ષા પલટી મારી જવાના બનેલા બનાવમાં મોરબી તાલુકાના મોડપર ગામના રહેવાસી નાગદાનભાઈ સુખાભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક નામના ૪૦ વર્ષીય યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેને અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો જોકે તે દરમ્યાન રસ્તામાં જ સાણંદ પાસે નાગદાનભાઇનું મોત નિપજયુ હતુ.જેના પગલે બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી અને પરીવાર શોકમગ્ન બની ગયો હતો.બનાવ અંગે નોંધ કરીને તાલુકા પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ વરમોરા સીરામીકમાં રહેતો ઇમરાન હબીબ મન્સુરી નામનો ૨૮ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઇવે ઉપર અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના રહેવાસી મહાદેવભાઈ વેલજીભાઈ ભાડજા નામના ૬૦ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.તે રીતે જ હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા અનિલભાઈ દેવજીભાઈ દલસાણીયા નામનો યુવાન બાઈકમાં જતો હતો ત્યારે તે ગામ નજીક બાઇકમાંથી નિચે પડી જતા ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
મારામારીના ગુનામાં ધરપકડ
મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જે અંગે નોંધાયેલી ફરિયાદમાં એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડીયા દ્વારા અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઇ ખોળ જાતે મિંયાણા (૨૧) રહે.જોન્સનગર શેરી નંબર ૧૧ લાતીપ્લોટ પાસે મોરબી વાળાની મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.
