મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો
SHARE









મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પોતાનું સમગ્ર હોદ્દેદાર માળખું વિખેરી નાખીને એક નવું માળખાનું પ્રથમ લિસ્ટ તાજેતરમાં જાહેર કરેલ જેમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે વસંતભાઈ ગોરીયા, ગુજરાત પ્રદેશ ઉદ્યોગ વિંગના ઉપપ્રમુખ તરીકે ગીરીશભાઈ પેથાપર તેમજ વિધાન સભા સંગઠન મંત્રી તરીકે પરેશ પારીઆ, રાજેશ હરણીયા, હીરાભાઈ કાનગડ, હાજીશા કટિયાની નિમણુંક કરવામાં આવેલ છે ત્યાર બાદ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે શપથગ્રહણ સમારોહ યોજી તમામને પ્રદેશથી જવાબદારી સોંપવામાં આવી છે જેના કારણે આમ આદમી પાર્ટી મોરબીના કાર્યકતાઓ દ્વારા અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી ખાતે આવેલ પાર્ટી ઓફિસ ખાતે સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો સૂત્રો માંથી મળતી માહિતી મુજબ આગામી ૨૬ તારીખના રોજ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત માંથી ૩૦૦૦ યોદ્ધાઓ ને સર્કલ ઈન્ચાર્જ ની જવાબદારી આપવામાં આવશે જેમાં મોરબી માળીયા વિધાનસભા માંથી ૩૦ થી ૪૦ યુવાનોને પાર્ટી જવાબદારી આપશે.
