હળવદમાં ચોરીની ઘટનાઓ રોકવા કોંગ્રેસની રજૂઆત
SHARE









હળવદમાં ચોરીની ઘટનાઓ રોકવા કોંગ્રેસની રજૂઆત
હળવદમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરો ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે જો કે, હજુ સુધી તસ્કરો પકડાયા નથી અને ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે ચોરીના બનાવોથી વેપારીઓ સહિતના લોકોના લોકોમાં રોષની લાગણી છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર આપીને તસ્કરોને ઝેર કરવાની માંગ કરેલ છે
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પેટલની આગેવાનીમાં આગેવાનો, હોદેદારો સહિતનાએ કલેક્ટરને આવેદનપત્ર આપીને હળવદ પથકમાં થતી ચોરીના બનાવોને રોકવાની માંગ કરેલ છે છેલ્લા દિવસોમાં હળવદ પંથકમાં ઘણી ચોરી કરવામાં આવી છે જો કે, તસ્કરો હજુ પકડાયેલ નથી ત્યારે ચોરીના બનાવો બનતા અટકે તેના માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
વધુ એક ચોરી
હળવદના સરા રોડે પુજારા ફાઈનાન્સિયલ સર્વિસીસ નામની ઓફીસના સંચાલક ઘરે જવા નીકળ્યા હતા ત્યારે કર્મચારી ઘરે જમવા ગયો હતો જેથી તે ઓફિસ બંધ હતી ત્યારે તેને તસ્કરે નિશાન બનાવી હતી અને ઓફિસમાં પ્રવેશ કરીને પરચુરણ રકમની ચોરી કરી હતી આ બનાવની પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ નથી જો કે, પોલીસની કામગીરી સામે સવાલો ચોક્કસ ઉઠી રહ્યા છે
