વાંકાનેરના હીરાભાઈ મઠીયા પીએસઆઇ બનતા મુસ્લિમ આગેવાનો દ્વારા કરાયું સન્માન
મોરબીમાં કાકાએ વીજ બિલની અડધી રકમ માંગતા ત્રણ ભત્રીજાઓએ કરી મારા મારી: જાનથી મારી નાખવાની ધમકી
SHARE









મોરબીમાં કાકાએ વીજ બિલની અડધી રકમ માંગતા ત્રણ ભત્રીજાઓએ કરી મારામારી: જાનથી મારી નાખવાની ધમકી
મોરબી જોન્સનગર શેરી નં-૧૧ માં રહેતા આધેડના ઘરમાં રહેવા માટે આવેલ તેના ભત્રીજા પાસેથી આધેડે વીજ બિલની અડધી રકમ માંગ હતી ત્યારે ઉશ્કેરાઈ ગયેલા ભત્રીજાએ તેના કાકાને ગાળો આપી હતી દરમ્યાન કાકાના દીકરાએ ગાળો બોલવાની ના કહેતા તેને માથામાં પાઈપનો ઘા ઝીકિ દીધો હતો અને ત્રણ ભત્રીજે તેના કાકા અને કાકાના દીકરાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ કાકાના દિકારાએ તેના ત્રણ ભાઈનોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જોન્સનગર શેરી નં-૧૧ માં રહેતા સમુનભાઈ હશનભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૦) એ મોહશીનભાઈ બસીરભાઇ ભટ્ટી, કાસમભાઈ બસીરભાઇ ભટ્ટી અને માજીદભાઈ બસીરભાઇ ભટ્ટી રહે. બધા જોન્સનગર-૧૧ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતાએ આરોપી મોહશીનભાઈ બસીરભાઇ ભટ્ટીને લાઇટબીલના અડધા રૂપીયા આપવા કહ્યું હતું અને તેની સાથે વાતચીત કરતા હતા ત્યારે આરોપીએ એક્દમ ઉશ્કેરાઇ જઈ જેમફાવે તેમ ફરિયાદીના પિતાને ગાળો આપી હતી જેથી કરીને ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ લોખંડનો પાઇપ ફરિયાદીને માથામાં ઝીકયો હતો અને અન્ય આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી તેમજ તેના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને મકાનમા રહેલ સામાન તથા ઘરવખરીના સામાનની તોડફોડ કરી નુકશાની કરી હતી અને ફરિયાદી તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
