સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

લો બોલો: મોરબીમાં યુવાનને આંતરીને બુલેટ ઉપર આવેલ બેલડી સોનાના ચેનની કરી ગઈ ચીલ ઝડપ


SHARE

















લો બોલો: મોરબીમાં યુવાનને આંતરીને બુલેટ ઉપર આવેલ બેલડી સોનાના ચેનની કરી ગઈ ચીલ ઝડપ

મોરબીના સામાકાંઠે આવેલા ગોડાઉનેથી યુવાન તેના બાઇક ઉપર પોતના ઘર તરફ જતો હતો ત્યારે બુલેટમાં આવેલા બે અજાણ્યા શખ્સ દ્વારા યુવાનને એલ.ઇ.કોલેજ રોડ ઉપર રોકવામાં આવ્યો હતો અને ત્યારે યુવાને હલામાં પહેરેલા સોનાના પોણા તોલાના ચેનની ચીલ ઝડપ કરવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીઓ તેનું બુલેટ લઈને નાશી ગયા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને રબી સિટી બી ડિવિઝન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઉમીયા સર્કલ પાસે ગોકુલ-મથુરા સોસાયટીના લક્ષ્મીકાન્તા એપાર્ટમેન્ટના ફલેટ નં. ૩૦૧ માં રહેતો ધ્રુવકુમાર સુરેશભાઈ કાંજીયા જાતે પટેલ (૨૨) નામનો યુવાન ગઇકાલે રાત્રિના પોણા નવ વાગ્યાના અરસામાં પોતાના ગોડાઉનેથી પોતાનુ મોટર સાયકલ લઈ ઘરે જતો હતો ત્યારે એલ.ઈ.કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવના મંદીર પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમ્યાન કાળા કલરનુ બ્લૂ ટાંકી વાળુ બુલેટ લઈને બે અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા અને ફરિયાદી યુવાનનું મોટર સાયકલ ઉભુ રખાવીને ફરીયાદીએ ગળામા પહેરેલ પોણા તોલાનો સોનાનો ચેનની ચીલ ઝડપ કરવામાં આવી હતી અને આરોપીઓ તેનું બુલેટ લઇ નાશી ગયા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી સિટી બી ડિવિઝન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ૩૫,૦૦૦ ના સોનાના ચેનની ચિલઝડપની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૭૯(એ) (૩), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને શોધવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News