લો બોલો: મોરબીમાં યુવાનને આંતરીને બુલેટ ઉપર આવેલ બેલડી સોનાના ચેનની કરી ગઈ ચીલ ઝડપ
વાંકાનેર બાઉન્ટ્રી નજીક ટોલનાકાના સર્વિસ રોડે ડીવાઇડર સાથે બાઇક અથડાતા એકનું મોત: એકને ઇજા
SHARE









વાંકાનેર બાઉન્ટ્રી નજીક ટોલનાકાના સર્વિસ રોડે ડીવાઇડર સાથે બાઇક અથડાતા એકનું મોત: એકને ઇજા
વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ ટોલનાકાના સર્વિસ રોડ ઉપરથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહયું હતું ત્યારે કોઈ કારણોસર બાઈકના ચાલકે તેનું બાઇક ડીવાઇડર સાથે અથડાવ્યું હતું જેથી કરીને બાઇક ચાલકને માથામાં ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને અન્ય વ્યક્તિને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયો છે હાલમાં આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધારેલ છે
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાનાં પારડી ગામે રહેતા રવીશભાઇ રૂડાભાઇ પરમાર (૩૨)એ હાલમાં મૃત્યુ પામેલા પ્રકાશભાઇ મુળજીભાઇ સોલંકી (૩૪) રહે. પારડી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મરણજનાર આરોપીએ પોતાના હવાલાવાળું યમાહા એસ.જેડ-આર મોટર સાયકલ નં. જીજે ૩ ઈએસ ૮૭૧૨ પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવ્યું હતું અને ટોલનાકાના સર્વીસ રોડના ડીવાઇડર સાથે તે બાઇકને અથડાવ્યું હતું જેથી કરીને તેને હાથે પગે સામાન્ય છોલછાલ તેમજ માથામાં ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મ ઓટ નીપજયું હતું અને સાહેદ આકાશ ઉર્ફે લાલીને ડાબા ગાલે, હાથે પગે અને ડાબી આંખ પર વધારે ઇજા થઇ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
દારૂના ચપલા
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા જેથી પોલીસે ચારસો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી સહદેવસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા જાતે દરબાર (ઉંમર ૨૨) રહે. દરબાર ગઢની પાસે પારેખ શેરી મોરબી તેમજ શૈલેષભાઈ બાબુભાઈ ગામી જાતે પટેલ રહે. રવાપર રોડ રામકો બંગલોની પાસે સુદર્શન સોસાયટી સન હિલ એપાર્ટમેન્ટ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બે બોટલ દારૂ
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડથી રાતાવિરડા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી પસાર થતા બાઇક નંબર જીજે ૩૬ એડી ૪૭૬૭ ને રોકીને પોલીસે ચેક કરતાં તે શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી છ સો રૂપિયાની કિંમતનો દારૃ અને વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૨૦૬૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે દેવશીભાઈ રાજુભાઈ સરૈયા જાતે ભરવાડ (૨૨) રહે. માથક વાળાની ધરપકડ કરે છે
