મોરબીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથડતા કાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધામા
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ
SHARE









મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનનાર સગીરાની માતા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેના જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનનાર સગીરાની માતાએ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બળદેવ ઉર્ફે સુરેશ મૂળજીભાઈ સેખવા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
ઝેરી દવા પીધી
મોરબી તાલુકાના ખાનપર ગામે ભાવેશભાઈ દેવશીભાઇ ઘોડાસરાની વાડીએ રહેતો અને ત્યાં કામ કરતો સુભાષ ગરમીયાભાઈ ગોંડલીયા (ઉંમર ૩૫) નામનો યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના ઘૂટું થી માંડલ રસ્તા ઉપર બીપીનભાઈ બળવંતભાઈ ગોસ્વામી (ઉમર ૨૫) બાઈક લઈને જતા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા થવાથી બીપીનભાઈ ગોસ્વામીને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા જયંતીભાઈ પરસોતમભાઈ સનારીયા (ઉંમર ૬૦) બાઇક લઇને માણેકવાડા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે બગથળા ગામ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા થવાથી જયંતીભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
ઝેરી દવા પીધી
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે દાદા ભગવાનના મંદિર નજીક પીપળીયા ગામે રહેતા વિનોદભાઈ ભવાનભાઈ દેવીપુજક (ઉમર ૨૫) કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ડાયાભાઈ સવજીભાઈ દાંતાલિયા બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે સારથી વિદ્યાલય પાસે તે બાઇકમાંથી નીચે પડી ગયા હતા જેથી ઇજા થવાથી ડાયાભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ કેદારીયા હનુમાન મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અમૃતપાર્કમાં રહેતા હિતેશ આપાભાઈ ખીમાણિયા (ઉંમર ૩૭) ને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક પાસે બાઇક સ્લીપ થતાં બાહદુરઅલી ધારણી નામના યુવાનને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મારામારીમાં ઇજા
મોરબીના ત્રાજપર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કમલેશભાઈ હરેશભાઈ ટીડાણી (ઉંમર ૩૫) નામના યુવાનને ઇજાઓ થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મારામારીના બનાવોની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમા રહેતા મહેબુબભાઇ ઈસ્માઈલભાઈ મોવર (ઉમર ૨૫) ને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવોમાં ઈજા થઈ હતી જેથી આ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મારામારીના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
