મોરબી નજીક પ્રેમીપંખિડાએ ઝેરી દવા પી લેતા યુવતીનું મોત: યુવાન સારવારમાં
માળીયા (મિ) નજીક ૬૨.૫૦ લાખની ચોરીના ગુનામાં પકડાયેલા શખ્સ સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો
SHARE








માળીયા (મિ) નજીક ૬૨.૫૦ લાખની ચોરીના ગુનામાં પકડાયેલા શખ્સ સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો
માળીયા મિયાણાં નજીક આવેલ હોટલ પાસે એસટી બસમાંથી રોકડ રકમ ભરેલા થેલાની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં ઝડપાયેલા આરોપી સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવેલ છે અને આ ગુનામાં બે આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
થોડા દિવસો પહેલા રાપરથી રાજકોટ તરફ જતી એસ.ટી.બસમાં મુસાફરી કરી રહેલા આંગડિયા પેઢીના કર્મચારીનો રોકડ રકમ ભરેલ થેલો માળીયા મીયાણા નજીક આવેલ માધવ હોટલ પાસે બસ ઊભી હતી ત્યારે ચોરી કરવામાં આવ્યો હતો અને ૬૨.૫૦ લાખ રૂપિયાની ચોરી થઈ હોવા અંગેની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તપાસ કરીને આ ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી બે પિસ્તોલ મળી આવી હતી જેથી હાલમાં પકડાયેલા આરોપી પૈકીનાં કણભા રમેશભાઈ ગઢવી જાતે ચારણ (ઉંમર ૨૪) રહે. માલીવાસ દરજીવાસ રાપર વાળા પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને ૨૦૦૦૦ રૂપિયાની પિસ્તોલ અને આઠ જીવતા કારતૂસ કુલ મળીને ૨૦૮૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને તેની પાસેથી સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંહ તોમર જાતે રાજપૂત રહે. હાલ રાપર મૂળ રહે ગોપીગામ એમપી અને રવિન્દ્ર ઉર્ફે દિપો ટૂંડેસિંગ તોમર રહે. ગોપીગામ એમપી વાળાના નામ સામે આવેલ હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
