વડાપ્રધાનના માતૃશ્રીના શતાયુ જન્મદિન નિમિત્તે મોરબી ભાજપ દ્વારા ફ્રૂટ વિતરણ
મોરબી નજીક પ્રેમીપંખિડાએ ઝેરી દવા પી લેતા યુવતીનું મોત: યુવાન સારવારમાં
SHARE








મોરબી નજીક પ્રેમીપંખિડાએ ઝેરી દવા પી લેતા યુવતીનું મોત: યુવાન સારવારમાં
મોરબીના પીપળીયા ગામના પ્રેમીપંખીડાએ સજોડે દવા પી લીધી હતી જેથી કરીને યુવતીનું મોત નીપજયું છે અને યુવાન ગંભીર હોવાથી તેને સારવારમાં ખસેડાયેલ છે અને પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.
મોરબીના પીપળીયા ગામે રહેતા જોશનાબેન સોમાભાઈ દેલવાણીયા (ઉમર ૨૨) અને વિનોદ ભવાનભાઈ દેલવાણીયા (ઉમર ૨૨) એ સજોડે દવા પી લેતા જોશનાબેન દેલવાણીયાનું મોત થયું છે અને વિનોદભાઈ દેલવાણીયાને સારવારમાં ખસેડાયા છે.આ બંને પીપળીયા ગામના રહેવાસી છે અને કૌટુંબિક સગા થાય છે. બંને બુધવારે ઘરેથી નીકળી ગયા હતા ત્યાર બાદ વાવડી ગામ નજીક ઈશ્વરીયા મહાદેવ મંદિર પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે અને યુવાન ગંભીર હાલતમાં લાઇન્સનગર પાસેથી મળી આવેલ હોવાથી તે સારવાર હેઠળ છે. જો કે, પ્રેમી પંખીડાએ ક્યાં કારણોસર દવા પીધી છે તે મુદે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
