હળવદના પાંડાતિરથમાં ઘરે આવેલા ત્રણ શખ્સોને જવાનું કહેતા યુવાનને પાઇપ અને ધોકા વડે માર માર્યો
મોરબીમાં ટ્રાફીકના પ્રશ્નને ઉકેલવા એસપીને કરવામાં આવ્યા સૂચનો
SHARE









મોરબીમાં ટ્રાફીકના પ્રશ્નને ઉકેલવા એસપીને કરવામાં આવ્યા સૂચનો
મોરબીમાં ટ્રાફીકના પ્રશ્નને ઉકેલવા માટે નક્કર કામગીરી કરવામાં આવતી નથી એટલા જ માટે વર્ષો જૂના પ્રશ્નો આજની તારીખે પણ યથાવત છે ત્યારે મોરબી જીલ્લના અન્ન નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર દ્વારા એસપીને શહેરના ટ્રાફિકના પ્રશ્નો ઉકેલવા માટે કેટલાક સૂચનો કરવામાં આવેલ છે
મોરબી જીલ્લના અન્ન નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ હાલમાં એસપીને લેખિતમાં રજૂઆત કરીને મોરબી ટ્રાફીકના પ્રશ્નને ઉકેલવા માટેના સુચનો કરેલ છે જેમાં મોરબી નવા બસ સ્ટેન્ડ શનાળા રોડ તરફથી આવતા વાહનોને અયોધ્યાપુરી રોડ થઇને જડેશ્વર મંદીરથી સ્ટેશન રોડથી સીધા જવા જોઇએ, કરછ તરફથી રાજકોટ જતા વાહનોને વી.સી. ફાટક થી રેલ્વે સ્ટેશનથી નવલખી રોડથી બાયપાસ રાજકોટ જઇ શકાય છે . પરંતુ સાઇન બોર્ડના હોવાને કારણે આ વાહન ચાલક શહેરમાં આવી છે અને ટ્રાફિક થાય છે, મોરબી ગાંધી ચોકથી શનાળારોડ હાલમા વનવે છે તે ખોટો છે કારણકે ગાંધી ચોકથી રવાપર રોડ પર જતા વાહનો અને શનાળા રોડ પર જતા વાહનો બંને ભેગા થાય છે જેના લીધે ટ્રાફીક થાય છે, સ્ટેશન રોડ ઉપર જડેશ્વરના મંદીર પાસે એક ટ્રાફીકનો માણસ મુકવો જોઇએ જેથી વન-વેનો અમલ કરાવે, મહેન્દ્ર ચોકડીએ દરરોજ હજારો વાહનની અવરજવર થાય છે. પરંતુ એકપણ જગ્યાએ ટ્રાફીક કોન્સ્ટેબલ ન હોય ટ્રાફીક જામની સમસ્યા થાય છે, મહારાણા પ્રતાપ સર્કલ હાઉસીંગ બોર્ડ પાસે અવારનવાર ટ્રાફીક જામ થાય છે ત્યાં મૂકવામાં આવતા માણસ યોગ્ય રીતે કામ કરે તે જરૂરી છે અને મોરબી જુના બસ સ્ટેન્ડની અંદર ચોરીના બનાવો બને છે જેથી કરીને ત્યાં પણ પોલીસ મૂકવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે
