મોરબીમાં આંકડાકીય માયાજાળ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી બોલ્યા ક્રાઇમ રેટ ઘટ્યો !
SHARE









મોરબીમાં આંકડાકીય માયાજાળ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી બોલ્યા ક્રાઇમ રેટ ઘટ્યો !
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે અને પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉભો થયો હતો ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓ, ઉદ્યોગકારો અને જુદા જુદા એસોસિએશનના આગેવાનો સાથે મિટિંગ કરી હતી અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ત્યારબાદ તેમણે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે પોલીસની કામગીરીના લીધે મોરબીમાં ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે જોકે હજુ પણ ક્રાઇમ રેટ ઓછો થાય તેના માટે અધિકારીઓને ઘટતી કાર્યવાહી કરવા અને ગુનાખોરી ડામવા માટે કડક સૂચના આપવામાં આવી છે
મોરબી જિલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયા ચોરીની ઘટનાઓ વધી હતી અને તેની સાથોસાથ અન્ય ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું હતું જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો હતો તેની સાથોસાથ પોલીસના અસ્તિત્વ સામે પણ સવાલ ઉભા થવા લાગ્યા હતા કારણ કે દરરોજ કોઈને કોઈ વિસ્તારની અંદર તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યા હતા આ મુદે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે ગૃહમંત્રી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓએ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓ, ઉદ્યોગકારો અને જુદા જુદા સંગઠનના હોદ્દેદારો સાથે મિટિંગ કરી હતી
તેઓએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે છેલ્લા વર્ષમાં નોંધાયેલ ગુનાની સરખામણીમાં ખૂનની કોશિશના ગુનામાં ૧૮ ટકા, લૂંટના ગુનામાં ૨૦ ટકા, ધાડના ગુનામાં ૬૭ ટકા, હંગામાના ગુનામાં ૬૨ ટકા અને શારીરિક ઈજા થાય તેવા ગુનામાં ૪૮ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આટલી કામગીરી હજુ સંતોષ માનીને બેસી રહીએ તેમ નથી આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં ક્રાઈમ રેટ ઝીરો થાય તેના માટે જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે “હિન્દી ફિલ્મમાં જે રીતે પોલીસને લેટ લતીફ” દર્શાવવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં બનેલી કેટલીક ઘટનાઓમાં પોલીસે લેટ લતીફની ભૂમિકા ભજવી હતી અને પોલીસને બનાવની જાણ કરવામાં આવ્યા બાદ કલાકો સુધી ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચી ન હોવાની ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી જેથી આ મુદ્દાને ગંભીરતાથી લઈને અધિકારીઓને અસરકારક કામગીરી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી હતી
અત્રે ઉલેખનીય છે કે, પોલીસ ચોપડે નોંધાયેલ ગુનાની આંકડાકીય માહિતીના આધારે મોરબી જીલ્લામાં ક્રાઇમની પરિસ્થિતિનું ગૃહમંત્રી દ્વારા આકલન કરવામાં આવ્યું હતું જો કે, પોલીસ ચોપડે જે ફરિયાદનો નોંધતી નથી અને માત્ર અરજીના આધારે જ તપાસો કરવામાં આવતી હોય છે તેની કોઈ માહિતી કે ચર્ચા પોલીસ સાથે કરવામાં આવી નથી અને પત્રકારોને તેની કોઈ માહિતી આપવામાં આવી નથી જો કે, લૂખ્ખા તત્વોની સામે આકરા પગલાં લેવામાં માટે ઉદ્યોગકારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમજ પોલીસ કોઈપણ ઘટના બને ત્યારે તાત્કાલિક સ્થળ ઉપર પહોચે તેના માટેની પણ ઉદ્યોગકારોએ ગૃહમંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ભાજપના જ એક આગેવાને મિટિંગમાં એવું કહ્યું હતું કે, રસ્ત ઉપર ટ્રક વાળા પાસેથી ૨૦૦ રૂપિયા લેવામાં માટે ઘણી જગ્યાએ પોલીસ દ્વારા ટ્રાફિકજામ કરવામાં આવે છે જે ખરેખર પોલીસ માટે શરમજનક કહી શકાય તેમ છે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા દ્વારા મોરબી તાલુકામાં ૧૦૭ ગામ આવે છે અને દોઢ લાખ જેટલા મજૂરો કામ માટે બહારથી આવેલ છે ત્યારે વધુ એક મોરબી તાલુકા પોલીસ સ્ટેશન આપવાની માંગ કરી છે
