સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રાધે પાર્ટી પ્લોટ ખાતે આવતીકાલે યોગ શિબિરનું આયોજન


SHARE

















મોરબીના રાધે પાર્ટી પ્લોટ ખાતે આવતીકાલે યોગ શિબિરનું આયોજન

લાઈફ મિશન પરિવાર તરફથી મોરબીના રાધે પાર્ટી પ્લોટ લીલાપર કેનાલ રોડ ખાતે આવતીકાલ તારીખ ૨૧ જુનને મંગળવારના રોજ સવારે છ થી આઠ સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે.પૂજ્ય યોગાચાર્ય સ્વામી રાજશ્રીમુનિ (Rajrshreemuni) ના શિષ્યા સંતશ્રી રાજેશ્વરી મૈયાના સાનિધ્યમાં મોરબી ખાતે વિશ્વ યોગ દિન નિમિત્તે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે અને આવતીકાલ તારીખ ૨૧ જૂન મંગળવારે સવારે છ થી આઠ સુધી લીલાપર-કેનાલ રોડ ઉપર આવેલા રાધે પાર્ટી પ્લોટ ખાતે યોગ શિબીર યોજાવાની હોય તેમાં ભાગ લેવા માટે મોરબીના શ્રી ગણેશ મંડપ સર્વિસવાળા અરવિંદભાઈ બારૈયા દ્રારા જાહેર આમંત્રણ છે. 

જિલ્લા કક્ષાની ઉજવણી

મોરબીમાં આવતીકાલ તા.૨૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સવારે ૬ વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે.આ કાર્યક્રમના મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષ પદે તેમજ સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, વાંકાનેરના ધારાસભ્ય મહમદજાવીદ પીરઝાદા,  કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયા. રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, અને ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરા સહિતનાઓ ઉપસ્થિત રહેશે.‘માનવતા માટે યોગ’ ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.મોરબીનો જિલ્લાકક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ અહીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે. તેમજ મોરબી તાલુકાકક્ષાનો કાર્યક્રમ મણિમંદીર ખાતે, વાંકાનેર તાલુકા કક્ષાનો કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસ ખાતે,  હળવદ તેમજ માળિયાma પણ તાલુકાકક્ષાના કાર્યક્રમો યોજવામાં આવશે.




Latest News