મોરબીમાં જમીન કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરતાં ભાજપના મોટા ગજાના નેતાઓ સામે સી.આર. પાટીલ કાર્યવાહી કરે તેવી જીતુભાઈ સોમાણી માંગ
SHARE









મોરબીમાં જમીન કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરતાં ભાજપના મોટા ગજાના નેતાઓ સામે સી.આર. પાટીલ કાર્યવાહી કરે તેવી જીતુભાઈ સોમાણી માંગ
મોરબી જીલ્લાનું વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ કરવાના પ્રયત્નો સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવેલ છે તેની સાથોસાથ ભાજપના આગેવાનો દ્વારા મોરબીની અંદર જમીન કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે તેની પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી અને લાગણી વ્યક્ત કરે છે.
મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકા માં છેલ્લે યોજાયેલી ચૂંટણી બાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પસંદગીથી ભાજપની અંદર આંતરિક વિખવાદ અને વિવાદો શરુ થઇ ગયા છે અને ખાસ કરીને જો વાત કરીએ તો જે તે સમયે ચૂંટાયેલા સભ્યો દ્વારા એક જ વ્યક્તિનું નામ પ્રમુખ માટે મૂકવામાં આવ્યું હતું પરંતુ તે નામ ભાજપના પ્રમુખ અને સાંસદ મોહનભાઇ કુંડારીયાને ખુંચતુ હોવાથી તેની સામે ઉમેદવારોને ઉભા કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમજ આર્થિક પ્રલોભન પણ આપવામાં આવ્યા હતા તેવુ જે તે વખતે ભાજપના આગેવાન અને વાંકાનેર બેઠક ઉપરથી અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા જીતુભાઈ સોમાણી દ્વારા કહેવામાં આવ્યું છે અને તેઓએ જણાવ્યું છે કે વાંકાનેર નગરપાલિકામાં ભાજપના જ ચૂંટાયેલા સભ્યો દ્વારા ભાજપની સામે બળવો કરીને જે તે સમયે પ્રમુખ અને ઉપપ્રમુખ પસંદગી કરવામાં આવી હતી માટે હાલમાં આ નગરપાલિકાને સુપરસીડ કરવા માટેનો કારસો રચવામાં આવેલ છે.
જેમાં ખાસ કરીને મોહનભાઇ કુંડારીયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ રસ લેતા હોવાનો પણ આક્ષેપ જીતુભાઇએ કરેલ છે અને છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાને અને લોહાણા સમાજને નુકશાન થાય તેવી કામગીરી ભાજપના મોટા ગજાના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા મોરબી શહેરની અંદર ગેરકાયદેસર બાંધકામથી માંડીને કૌભાંડો કરવામાં આવી રહ્યા છે તે મુદે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે.આજની તારીખે વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો વાંકાનેર નગર પાલિકામાં કુલ મળીને ૨૮ બેઠકો છે જે પૈકીની ૨૪ બેઠકો પર ભાજપ અને ચાર બેઠક ઉપર ભાજપના સમર્થનથી બસપાના ઉમેદવાર ચૂંટાયા હતા અને હાલમાં ભાજપની જ આ નગરપાલિકા જે હતી તે ભાજપના સ્થાનિક આગેવાનોના આંતરિક વિખવાદ અને વિવાદો અને ભાજપના નેતાઓની આડોડાઈને કારણે વિવાદનું ઘર બની ગયેલ છે.
