સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

પ્રશ્નો જ સાંભળવા છે ને : મોરબીમાં  સિંચાઇ, પંચાયત, પીવાનું પાણી, મહેસુલી વગેરે પ્રશ્નો સાંભળતા રાજ્યમંત્રી બ્રિજેશભાઈભાઈ મેરજા


SHARE

















પ્રશ્નો જ સાંભળવા છે ને : મોરબીમાં  સિંચાઇ, પંચાયત, પીવાનું પાણી, મહેસુલી વગેરે પ્રશ્નો સાંભળતા રાજ્યમંત્રી બ્રિજેશભાઈભાઈ મેરજા
જનકલ્યાણની યાત્રામાં સમસ્યા બનતા પ્રશ્નો તાત્કાલિક નિવારવા રાજ્યમંત્રીશ્રીએ અધિકારીઓને તાકીદ કરી

મોરબી-માળીયાના સ્થાનિક અગ્રણીઓ દ્વારા પ્રજાના કલ્યાણ સાથે સીધા સંકળાયેલા પ્રશ્નો અને રજૂઆતો સાંભળી ગત રવિવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ બેઠક યોજી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તમામ પ્રશ્નોનું ઝડપી તેમજ સચોટ નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.મોરબી જિલ્લામાં સામાન્ય નાગરિકોને કોઈ અગવડતા ન પડે, તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે ગત રવિવારે સ્થાનિક અગ્રણીઓની રજૂઆતો સાંભળી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી-માળીયા વિસ્તારને લગતા સિંચાઇના કામો, ગ્રામ્ય માર્ગના હાલ પ્રગતિ હેઠળના કામો ઝડપી કરવા, મહેસુલી પ્રશ્નો, હોસ્પિટલ સંબંધિત આરોગ્યના વિવિધ પ્રશ્નો, શાળાઓના ઓરડા બાબત તેમજ શહેરી આવાસ યોજના વગેરે પ્રશ્નો પર સમીક્ષા કરી અધિકારીઓને નિયત સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.


ઉપરાંત રાજ્યમંત્રીએ મોરબી નગરપાલિકા તેમજ ગ્રામીણ વિસ્તારના પાણીના પ્રશ્નો અંગે અગાઉ થયેલી બેઠક પરથી હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ જીવાપર (ચકમપર)માં વીજળીની સમસ્યા નિવારવા નવું ટ્રાન્સમિશન મુકવા પણ સૂચન કર્યું હતું.અગ્રણી અનિલભાઈ મહેતા તેમજ ભુપતભાઈ પંડ્યા દ્વારા રજૂ કરાયેલા મોરબીના પરશુરામ મંદીર વિસ્તારના પાણી તેમજ વીજળીના તારના પ્રશ્નો તથા જેતપર ગૌશાળા તેમજ આહિર સમાજની કન્યા શાળાની રજૂઆત પણ સાંભળી તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેવું તેમણે આ તકે જણાવ્યું હતું.ઉપરાંત મંત્રીએ સવારે પટેલ સમાજ વાડી શકત-સનાળા ખાતે જ્યોતિસિંહ જાડેજા પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક ગુરુવંદનાના કાર્યક્રમ ઉપસ્થિત રહી રાષ્ટ્રશાંતિ માટે પ્રાર્થના કરી હતી.રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક નિવાસી કલેકટર એન.કે.મુછાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર (પંચાયત) એ.એન. ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર (સ્ટેટ)  કે.એન. ઝાલા, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર વાય.એમ. વંકાણી, નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ અગ્રણી નિલેશભાઈ પટેલ, દિલુભા જાડેજા, અનિલભાઈ મહેતા તેમજ ભુપતભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News