મોરબી અને માળીયા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં ગાંધીબાગનું પુષ્પ પુસ્તક અર્પણ કરાયું
મોરબીમાં પરિણીતાને તેના સાસરિયાએ ફિનાઇલ પીવડાવી દીધું
SHARE









મોરબીમાં પરિણીતાને તેના સાસરિયાએ ફિનાઇલ પીવડાવી દીધું
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગર ની બાજુમાં બૌધ્ધનગરમાં રહેતી પરિણીતાને તેના સાસુ-સસરા જેઠ અને નણંદ બળજબરીથી ફિનાઇલ પીવડાવી દીધું હતું જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ નજીકના પ્રેમજીનગર પાસે આવેલા બૌદ્ધનગરમાં રહેતા રાહુલભાઈ બારીયાના પત્ની મીનાબેન (૨૪) તેઓના ઘરે હતા ત્યારે સાસુ, સસરા, જેઠ અને નાણાંદે રાત્રે ૯ વાગ્યે બળજબરીથી ફિનાઇલ પીવડાવી દીધું હતું જેથી કરીને તેને તેના ભાઈ નવનીતભાઈને ફોન કર્યો હતો અને ત્યારબાદ ૧૦૮ મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો એક વર્ષનો છે તેવું હાલમાં જાણવા મળ્યું છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે
પરિણીતા મળી આવી
મોરબી શહેરના રણછોડનગર વિસ્તાર પાસેથી મહિલા ગુમ થઈ હતી તે અંગેની તેના પતિ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને રામજીભાઈ કરશનભાઈ બારા (૩૮) ના પત્ની મીનાબેન રામજીભાઈ બારા (૩૭) ને શોધવા માટે થઈને પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા દરમિયાન આ મહિલાને કાનજીભાઈ ભીમજીભાઇ ખટાણા સાથે છેલ્લા પાંચ મહિનાથી પ્રેમ સંબંધ હોય ગત તા. ૨/૫ ના રોજ જામનગર ખાતે ડિકલેરેશન કમ સમજૂતી કરાર લખાણ કરીને તે બંનેએ સાથે રહેવાનું નક્કી કરેલ છે જેથી પોલીસને તેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે
