વાંકાનેરના હસનપરમાં માસીના ઘરે ભણેજે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE









વાંકાનેરના હસનપરમાં માસીના ઘરે ભણેજે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
વાંકાનેર હસનપર માસીના ઘરે આવેલા ભાણેજે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની પીરમશાયખ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો જેથી આપઘાતના બનાવની જાણ વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર હસનપરમાં રહેતા નસિમબેન જુણેજાના ઘરે તેનો ભાણેજ આબિદભાઈ હુસેનભાઇ કુરેશી (ઉમર ૩૨) રહે, હસનપર વાળો આવ્યો હતો અને ત્યારે તેણે ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારજનો તેને સારવાર માટે વાંકાનેરમાં આવેલ પીરમશાયખ હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને તેની બોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
એક બોટલ દારૂ
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સંસ્કાર જોંસન નામના કારખાના પાસેથી પસાર થતાં શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને દિવ્યેશભાઈ ભાણાભાઈ ડોડીયા જાતે રાજપૂત (૨૩) રહે. રાતવીરડા બ્લૂબિન સિરામિક વાળાની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
