મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શાળા, કોલેજ,ઐતિહાસિક સ્થળો ઉપર પદાધિકારીએ, અધિકારી અને વિદ્યર્થીઓ સહિતનાઓએ કર્યા યોગ


SHARE

















મોરબી જીલ્લામાં શાળા, કોલેજ,ઐતિહાસિક સ્થળો ઉપર પદાધિકારીએ, અધિકારી અને વિદ્યર્થીઓ સહિતનાઓએ કર્યા યોગ

વિશ્વ સ્તરે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષ સ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી આ ઉપરાંત મોરબી જીલ્લામાં શાળા, કોલેજ, ઐતિહાસિક સ્થળો ઉપર પદાધિકારી, અધિકારી અને વિદ્યર્થીઓ સહિતનાઓએ યોગ કર્યા હતા

વર્ષ ૨૦૧૫ થી વડાપ્રધાનશ્રીના પ્રસ્તાવને મંજૂરી મળતા દર વર્ષે  ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૮ માં આંતરરાષ્ટ્રીય  યોગ દિવસની ‘માનવતા માટે યોગ’ની થીમ  સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના હાજર રહ્યા હતા ત્યારે કલેક્ટર જે.બી. પટેલ, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસના જવાનો, વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉમંગભર ભાગ લઇ યોગમય બન્યા હતા.

ઐતિહાસિક સ્થળોએ કર્યા યોગ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કર્ણાટકના મૈસુરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આઝાદી કા મહોત્સવ સાથે સાકળીને જણાવ્યું હતું કે, ભારતના મહત્વના સ્થળો કે જે, ઈતિહાસના સાક્ષી બન્યા છે, સાસ્કૃતિક ઉર્જાનું કેન્દ્ર છે તે યોગ દિવસ થકી એકબીજા સાથે જોડાયા છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના  ઐતિહાસિક તેમજ પૌરાણિક મહત્વ ધરાવતા આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લામાં મણિમંદિર અને રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બગથળા યોગાભ્યાસ

“યોગ ભગાવે રોગ” સુત્રને સાર્થક કરવા વિશ્વ યોગ દિવસે મોરબી તાલુકા કક્ષાનો યોગાભ્યાસ કાર્યક્રમ પટેલ સમાજવાડી બગથળા ખાતે રાખવામા આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયતિંભાઇ પડસુબીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, મહિલા મોર્ચાના તાલુકા પ્રમુખ પ્રફુલ્લાબેન મેરજા, મોરબી મામલતદાર નિખિલ મહેતા સહિતના હાજર રહ્યા હતા

પી.જી.પટેલ કોલેજ

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા.આ કોલેજમાં છેલ્લા ૧૦ વર્ષોથી વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા નિયમિતપણે યોગ કરાવવામાં આવે છે અને યોગની ફલશ્રુતિ સ્વરૂપે વિધાર્થીઓમાં એકાગ્રતામાં વધારો, સ્મૃતિ ક્ષમતામાં વધારો, અભ્યાસમાં રસ-રુચિ, માનસિક સ્થિરતા વગેરે જેવી સકારાત્મક અસરો જોવા મળી છે

સબ જેલમાં યોગ

મોરબીની સબ જેલમાં સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ સિવિલ હોસ્પિટલ મોરબીના ખ્યાતીબેન ઠકરારે યોગનું આયોજન કર્યું હતું અને ત્યારે યોગની માહિતી આપવામાં આવી હતી અને બાદમાં યોગ ટ્રેનર જીગ્નેશભાઈ, રૂપલબેન, પ્રદીપભાઈ, સોનલબેન અને હેત્વીબેને યોગ નિદર્શન આપ્યું હતું ત્યારે જેલના અધિક્ષક, કર્મચારીઓ અને બંદીવાનોએ આસન, પ્રાણાયામ, મેડિટેશન શીખવાડ્યા હતા

બ્રહ્માકુમારીઝમાં યોગ

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે યોગની માહિતી આપવામાં આવી હતી અને શાસ્ત્રોમાં પણ યોગને નિત્ય દિનચર્યામાં સ્થાન આપવામાં આવેલ છે મોરબીમાં બ્રહ્માકુમારી સંસ્થા ખાતે ડો. ભૂમિ ઝાલરીયા (ફિઝિયોથેરાપિસ્ટ) દ્વારા યોગાભ્યાસ કરવવામાં આવ્યો હતો ત્યારે સંસ્થાના રાજ યોગીની ચંદ્રિકાબેન, ઉષાબેન, અલ્કાબેન, નિશાબેન, જુલીબેન અને જીજ્ઞાબેન દ્વારા જીવનમાં શાંતિ અને સુખ માટે રાજયોગ દ્વારા મેડીટેશન કરાવવામાં આવ્યું હતું.

લાઇફ મશીન યોગ પરિવાર

મોરબીમાં રાધે પાર્ટી પ્લોટ ખાતે લાઇફ મશીન યોગ પરિવાર દ્વારા યોગાચાર્ય સ્વામી રાજશ્રીમુનિના શિષ્ય રાજેશ્વરી મૈયાના સાનિધ્યમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અને યોગાભ્યાસ કર્યો હતો. આ આયોજન ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદ બારૈયાએ કર્યું હતું જેમાં ડો.જયંતિભાઈ ભાડેશિયા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

ચિંતન વિદ્યાલય-સજનપર પ્રા. શાળામાં

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલી ચિંતન વિદ્યાલય ખાતે પણ આજે યોગ દિવસ નિમિત્તે યોગ યોજવામાં આવ્યા હતા.શાળાના આચાર્ય કિશોરસિંહ જાડેજા દ્વારા શાળાના બાળકો તંદુરસ્ત બને અને કાયમી પોતાના જીવનમાં યોગ કરે તે માટે નાની ઉંમરથી જ યોગ કરે અને જીવનમાં યોગને પ્રાધાન્ય આપે તે માટે આજે યોગ દિવસ નિયમિત યોગ સેશન રાખવામાં આવ્યું હતું અને બાળકોને યોગ કરાવવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે શહેરના ઘુંટુ રોડ ઉપર કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં સિરામીકના કારખાનાઓ આવેલા છે ત્યાં પછાત વિસ્તારના બાળકો અને ખાસ કરીને પરપ્રાંતિય મજૂરોના બાળકો પણ અભ્યાસ કરી શકે તે માટે કોઈપણ જાતના આર્થિક ઉપાર્જનના હેતુને ધ્યાનમાં રાખ્યા વિના કિશોરસિંહ જાડેજા દ્વારા પોતાની શાળા ચલાવવામાં આવી રહી છે અને તેમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે.તેમજ આજ રોજ યોગદિવસે ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રા. શાળામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના તમામ બાળકો, શિક્ષકો ગામના વાલીઓ અને ગામના આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો.તેમ શાળાના આચાર્ય અલ્પેશભાઇ પુજારાએ યાદીમાં જણાવેલ છે.

સુલતાનપુર શાળામાં યોગ

૨૧ મી જુન વિશ્વયોગ દિવસ નિમિતે માળીયા (મિં.) ની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આપણે જાણીએ છે એમ 'યોગ બનાવે નિરોગી' અને સાચું સુખ નિરોગી મુખ આવા સૂત્રને ઉજાગર કરતો આ સોનેરી દિવસ યોગ દિવસ તરીકે ઉજવાયો હતો. ઉજવણીમાં શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સમૂહમાં અને પછી બાળકોએ અલગ અલગ ઘણા યોગ પ્રયોગો કરવવામાં આવ્યા હતા. ત્યારબાદ શિક્ષકો દ્વારા યોગનું શું મહત્વ છે ? અને યોગ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે..? તેની ચેતનભાઇ દ્રારા સમજ આપવામાં આવી હતી.




Latest News