મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં અલગ રહેવા જવાની વાતમાં યુવાન અને તેની પત્ની ઉપર માતા, ભાઈ અને બહેન દ્વારા હુમલો


SHARE







મોરબીમાં અલગ રહેવા જવાની વાતમાં યુવાન અને તેની પત્ની ઉપર માતા, ભાઈ અને બહેન દ્વારા હુમલો

મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગર વિસ્તારમાં રહેતા યુવાન અને તેના પત્ની ઉપર તેની જ માતા, ભાઈ અને બહેન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય યુવાન તેમજ તેની પત્નીને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.સારવાર લીધા બાદ ભોગ બનેલ ધર્મેન્દ્ર બાબુભાઈ પરમાર (૨૩) રહે.નવલખી રોડ લાઇન્સનગર મેઇન રોડ વાળાએ સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, પોતે તથા પોતાના પત્ની ટીસાબેન ધર્મેન્દ્રભાઈ પરમાર (૨૩) બંને અલગ રહેવા જવા ઈચ્છતા હોય તે વાતને લઈને ઝઘડો થયો હતો અને તેઓ અલગ રહેવા ગયા હોય તેઓના કપડાં લેવા માટે તેઓ પોતાના ઘેર ગયા ત્યારે તેમની માતા કમળાબેન બાબુભાઈ પરમાર, ભાઈ મયુર બાબુભાઇ પરમાર અને બહેન શ્રુતિબેન બાબુભાઈ પરમાર ત્રણેયે પોતાને તથા પોતાની પત્ની ટીસાબેનની સાથે બોલાચાલી બાદ ઝઘડો કર્યો હતો અને બંનેને મુઢ માર પણ મારવામાં આવ્યો હતો.હાલ ભોગ બનેલ ધર્મેન્દ્રભાઈની ફરિયાદ ઉપરથી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતા દ્વારા તેમની માતા કમળાબેન, ભાઈ મયુર અને બહેન શ્રુતિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

 
ફિનાઇલ પી લેતા સારવારમાં
 
જામનગરના ખારી વિસ્તારમાં રહેતા જેબુનબેન ઈકબાલભાઈ નામની ૨૫ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ફિનાઈલ પી લેતાં તેણીને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જયારે મોરબીના વાઘપરા શેરી નંબર ૧૪ માં રહેતો કિશોર પ્રેમજીભાઈ ધોરણીયા નામનો ૨૬ વર્ષીય યુવાન શનાળા રોડ જૈન મંદિર પાસેથી જતો હતો ત્યારે તેને કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઇજાઓ થતાં કિશોરભાઈને સારવારમાં ખસેડાયો હતો.તેમજ માળિયા મિંયાણાના જુના ઘાંટીલા ગામે રહેતી સાડા પાંચ વર્ષીય સોનલ માવજીભાઈ નામની બાળકીને સાપ કરડી જતાં તેને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.
 
વાહન અકસ્માતમાં ઈજા
 
મોરબીના ઘૂંટુ રોડ પર આવેલ નેક્શોન સીરામીક પાસે રહીને મજૂરી કામ કરતો પરસોતમ અમરશીભાઈ મકવાણા નામનો ૨૯ વર્ષીય યુવાન બાઇક લઇને જ્યારે હળવદ રોડ ઉપરના મહેન્દ્રનગર ગામ પાસેથી જતો હતો ત્યારે ત્યાં આવેલ પ્રકૃતિ સોસાયટી પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.





Latest News