મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે
સોશ્યલ મીડિયા વાપરતી યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો મોરબીમાં સામે આવ્યો
SHARE









સોશ્યલ મીડિયાએ ભારે કરી: મોરબીમાં યુવતીનો બીભત્સ વીડિયો થયો વાઇરલ
મોરબી જીલ્લામાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકવાની વાતને લઈને અગાઉ અનેક ફરિયાદો નોંધાયેલ છે, મારા મારી થયેલ છે, અપહરણ કરીને માર માર્યો હોય તેવા બનાવો સામે આવેલ છે તેવામાં મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની એક યુવતીનો બીભત્સ વિડીયો ફેસબુકમાં વાઇરલ કરવામાં આવેલ છે જેથી કરીને આમુદે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનો બીભત્સ વીડિયો ફેસબુકના એક આઈડી ઉપર અપલોડ કરવામાં આવ્યો છે અને વાંધાજનક વીડિયો તેમજ તેની સાથે લખાણ પણ મૂકવામાં આવ્યું છે જેથી કરીને યુવતી અને તેના પરિવારના ધ્યાને આ વાત આવતા યુવતીએ જે ફેસબુક આઇડીમાં વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે તેની સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ હતી અને આ ગુનામાં પોલીસે પ્રકાશ ધનજીભાઈ પારેચા જાતે કોળી (૨૧) રહે. લીલાપર શીતળા માતાજી મંદિર વાળી શેરી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીએ ખોટા નામથી ફેસબુકમાં આઈડી બનાવ્યું હતું અને તેમાં યુવતીનો વિડીયો આપલોડ કર્યો હતો
અત્રે ઉલેખનીય છે કે, યુવતીઓ ઘણી વખત સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને વિડીયો કોલિંગથી વાત કરે છે અને ત્યારે મર્યાદાઓ ભુલાઈ જતી હોય છે જો કે, વિડીયો કોલ કરવામાં આવેલ હોય ત્યારે સ્કીન રેકોર્ડર એપ્લિકેશનનો ઉપયોગ કરીને વિડીયો કોલને રેકોર્ડ કરી લેવામાં આવે અને ત્યાર બાદ તેનો ગમે ત્યારે બ્લેકમેલ કરવા માટે મિસ યુઝ કરવામાં આવે તેવી પણ શક્યતા હોય છે જેથી કરીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ સહિતના માટે આ કિસ્સો લાલબતી સમાન ગણી શકાય તેમ છે
