સોશ્યલ મીડિયા વાપરતી યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો મોરબીમાં સામે આવ્યો
ટંકારાની સજનપર પ્રા. શાળામાં અભ્યાસ કરતાં શ્રમજીવી પરિવારના દીકરાની જ્ય કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદગી
SHARE









ટંકારાની સજનપર પ્રા. શાળામાં અભ્યાસ કરતાં શ્રમજીવી પરિવારના દીકરાની જ્ય કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદગી
ટંકારાની શ્રી સજનપર પ્રા. શાળાના વાડીમાં મજૂરીકામ કરતા વાલીના બાળકની રાજ્ય કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદગી થયેલ છે.
જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કુલમાં પસંદ થયેલ આ બાળકનો ધો.૬ થી ૧૨ સુધીનો અભ્યાસનો તમામ ખર્ચ અને હોસ્ટેલમાં રહેવા-જમવા તેમજ યુનિફોર્મ સ્પોર્ટ્સ ડ્રેસ-શુઝ-સ્પોર્ટ્સ કિટ વગેરે તમામ ખર્ચ તેમજ દર મહિને રૂ.૭૫૦ જેટલું સ્ટાઈપેન્ડ સરકાર દ્વારા આપવામાં આવે છે.તેમજ આવા બાળકોને સ્પોર્ટસની ખાસ તાલીમ આપવામાં આવે છે અને આવનાર સમયમાં ઓલમ્પિક માટે તૈયાર કરવામાં આવે છે.ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રા.શાળામાં આ વર્ષથી જ શાળાના શિક્ષિકા મીનાબેન ડી.વિરમગામા દ્વારા શાળામાં અભ્યાસ સિવાયના સમયમાં બાળકોને ડીએસએસએસ સ્પોર્ટ્સ શાળામાં પસંદગી માટેની ટેસ્ટની ખૂબ જ જોરદાર તૈયારી કરાવવામાં આવી હતી.જેમાં શાળાનો વિદ્યાર્થી બામણિયા રાહુલ રમેશભાઈ (ધોરણ ૫) ની જિલ્લા કક્ષાએ પસંદગી થયેલ અને ત્યારબાદ બાદ આ બાળકને શાળાના શિક્ષક આદ્રોજા કેતનભાઈ પોતાની સાથે ઝોન કક્ષાએ ભાવનગર લઇ ગયેલ જ્યાં પણ આ બાળકે ખૂબ જ અદકેરું પ્રદર્શન કરીને રાજ્ય કક્ષાએ પસંદગી પામી શાળાનું ગૌરવ વધારેલ છે.આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ માર્ગદર્શક શિક્ષિકા મીનાબેન વિરામગામા અને વિદ્યાર્થી બામણિયા રાહુલને શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ સજનપર ગામના સરપંચ રીનાબેન જાદવ અને એસએમસીના અધ્યક્ષ નંદલાલભાઈ રૈયાણીએ શાળા પરીવારને શુભેચ્છાઓ આપેલ છે.
