સૌરાષ્ટ્ર યુનિ.માં યોગ દિવસે મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સએ યોગ પ્રદર્શન કર્યુ
SHARE









સૌરાષ્ટ્ર યુનિ.માં યોગ દિવસે મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સએ યોગ પ્રદર્શન કર્યુ
સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવે રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે કુલપતિશ્રી ભીમાણી સાહેબની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ એ યોગ કરીને આજના દિવસને સાર્થક બનાવ્યો હતો.યોગના નિર્દેશન માટે બનેલી ૮ વ્યક્તિઓની ટીમનું નેતૃત્વ નવયુગ મહિલા સાયન્સ કોલેજની ટીમ દ્વારા કરાયું હતું જે સમગ્ર મોરબી જીલ્લા ની કોલેજો માટે એક ગૌરવરૂપ બાબત ગણાય.IDY-2022 ની થીમ "માનવતા માટે યોગ" માં કોલેજની વિદ્યાર્થીનીઓએ યોગના વિવિધ કરતબ બતાવ્યા હતા. તેમની આ સિધ્ધિને પ્રમુખ પી.ડી.કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ બીરદાવી હતી.
મોરબીની નવયુગ કોલેજ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે "માનવતા માટે યોગ" જે લોકોના આરોગ્યની સુખાકારી માટે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેને ધ્યાને રાખીને સર્વે એકસાથે યોગ કર્યા હતા ત્યારે નવયુગ કોલેજમાં એનસીસી ગર્લ્સ કેડેટસ દ્વારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગ કરવાનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ યોગ ટ્રેનર હેત્વી સુતરીયાએ યોગ શીખવ્યા હતા અને પ્રોગામના અંતમાં પ્રમુખ પી.ડી.કાંજીયાએ યોગનું જીવનમાં મહત્વ વિશે કેડેટ્સને માહિતી આપી હતી.
