મોરબીમાં એલ.ઇ.કોલેજ રોડે યુવાનને આંતરીને સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર બેની ધરપકડ
મોરબીમાં લોહાણા સમાજ દ્વારા વસતી ગણતરી શરૂ
SHARE









મોરબીમાં લોહાણા સમાજ દ્વારા વસતી ગણતરી શરૂ
મોરબીમાં રહેતા લોહાણા સમાજના લોકોની વસતી ગણતરી શરૂ કરવામાં આવી છે અને હાલમાં ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને જ્ઞાતિજનોને આ ફોર્મ મેળવીને જમા કરાવવા માટેના સ્થળ પણ નક્કી કરવામાં આવેલ છે
મોરબી લોહાણા સમાજ દ્વારા વસતી ગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અને લોહાણા મહાજન, લોહાણા વિદ્યાર્થી ભવન, જલારામ મંદીર, જલારામ આવાસ સમિતિ, જલારામ ધુન મંડળ, રઘુવીર સેના, રધુવંશી યુવક મંડળ, રોયલ રધુવંશી ગ્રુપ અને રધુવંશી હેલ્થ સમિતિ દ્વારા મોરબીમાં વસતાં લોહાણા સમાજના લોકોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવેલ છે અને તેના માટેના જરૂરી ફોર્મ મેળવીને ભરીને પાછા આપવા માટેના સ્થળો નક્કી કરવામાં આવેલ છે અને સમાજના લોકોને લોહાણા મહાજન વાડી સુધારા શેરી, લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પલોટ, જલારામ મંદીર, હેમ પ્લાસ્ટિક મહેન્દ્રપરા રોડ, મગન રણછોડ નહેરુગેઈટ ચોક, શુભમ મેચીંગ સેન્ટર આનંદ સ્ટેશનરીની સામે, જલારામ તેલ ગાંધી ચોક, વલ્લભ દામજી નવાડેલા રોડ, રિદ્ધિ ફટાકડા નવાડેલા રોડ, મનોજ ઝેરોક્ષ કુબેરનાથ રોડ, શ્રીજી કીડસ શક્તિ પલોટ મેઈન રોડ, દેવકરણ દેવશી રાજા વિજય ટોકીઝ પાસે, દરીયાલાલ બેકરી નટરાજ ફાટક પાસે, ગાયત્રી પ્રોવિઝન સ્ટોર કુળદેવી પાન સામે જલારામ ચશ્મા શુભ હોટલની બાજુમાં શનાળા રોડ, સી.પી. પોપટની ઓફિસ ગેસ્ટ હાઉસ રોડ, દરીયાલાલ પ્રોવિઝન સ્ટોર પાવન પાર્ક અને રાધે ટ્રેડિંગ, માર્કેટીંગ યાર્ડમાં ફોર્મ આપવાના રહેશે
