સૌરાષ્ટ્ર યુનિ.માં યોગ દિવસે મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સએ યોગ પ્રદર્શન કર્યુ
મોરબીના વનાળિયા ગામે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશેનો જાગૃતિ સેમિનાર યોજાયો
SHARE









મોરબીના વનાળિયા ગામે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશેનો જાગૃતિ સેમિનાર યોજાયો
મોરબી તાલુકાના વનાળીયા ગામે આજ રોજ ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર આયોજિત તથા સમર્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ સંચાલિત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પ્રદૂષણના પ્રકારો તથા જેના કારણો, ધન કચરા નિકાલ અને વ્યવસ્થાપન, ઊર્જા બચત, વૃક્ષોનું જતન, પાણીનું સંરક્ષણ, દરિયાઈ જીવસૃષ્ટિનું મહત્વ, દરિયાઈ કાંઠા તથા દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે કેવા પગલા લેવા જોઈએ તેમજ પર્યાવરણની જાળવણી માટે અલગ-અલગ વિષય પર પ્રોજેક્ટર પર સ્લાઈડ સો વિડીયો પ્રશ્નોત્તરી ગેમ તથા સાપસીડીની રમત દ્વારા પર્યાવરણ અને તેની જાળવણી વગેરે વિશેની ઉડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમ ગુજરાત ઈકોલોજી કમિશન ગાંધીનગરના ડાયરેક્ટર તથા સિનિયર મેનેજર ડો. નિશ્ચલભાઈ જોષી, ડો. અંકુરભાઇ પટેલ, કૃપાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે અને સંસ્થાના પ્રમુખ કાંતાબેન પટેલ, ટીમ લીડર કમલેશભાઈ પટેલ મુખ્ય તાલીમકાર ચંદ્રિકાબેન, સહાયક તાલીમકાર મનોજભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ સહિતના પણ હાજર રહ્યા હતા તેમજ ગામના સરપંચ અબદુલભાઇ સુમરા, તલાટી ડેનીશ ઝાલરિયા, આશાવર્કર-હેલપર ઉષાબેન ભુભરીયા, મુમતાઝ સુમરા તેમજ ગામના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
