મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સજનપર, અમરાપર, વજેપરવાડી, શક્ત શનાળા અને રાજપરમાં પ્રવેશોત્સવ યોજાયો


SHARE

















મોરબી જીલ્લામાં સજનપર, અમરાપર, વજેપરવાડી, શક્ત શનાળા અને રાજપરમાં પ્રવેશોત્સવ યોજાયો

ટંકારા તાલુકાનાં સજનપરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં તેમજ અંગાડવાડીમાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં ધો. ૧ તથા અંગાડવાડીના બાળકોને ઉત્સાહભેર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર સચિવાલયથી વર્ગ ૧ ના અધિકારી એન.જે. ચિતાલિયા, ટંકારાના મામલતદાર કેતનભાઈ સખીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નથુભાઈ કડીવાર, શૈલેષભાઇ સાણજા, ટંકારા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા, સજનપર ગામના સરપંચ રીનાબેન જાદવ સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે બાળકોને વાજતે ગાજતે મિકી માઉસ સાથે કંકુ તિલક કરીને શાળામાં આવકારવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષિકા વિરામગામા મીનાબેન તરફથી ધો. ૩ થી ૮ માં  પ્રથમ ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા અને ૧૦૦ ટકા હાજરી આપનાર બાળકોને શિક્ષિક ભારતીબેન દેત્રોજા દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય અલ્પેશ પુજારા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

હળવદ શાળા નં- ૪

હળવદમાં આવેલ સરકારી શાળા નં-૪ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો ત્યારે મામલતદાર એન.એસ. ભાટી, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા, જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે બે શાળામાં કુલ મળીને ૧૬૦ બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તેજસ્વી બાળકોએ ઈનામ આપવામાં આવ્યા હતા બાળ કલાકારો આર્ય આર.ગાંભવા, ગૌરવ આર.રાઠોડ, મીનલબા આઈ.પઢીયાર, ધાર્મી ડી.ચૌહાણ, સોનગ્રા ધ્રુવેશ ડી. ને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તથા ઇનામ આપવામાં આવયહ આતા અને કાર્યક્રમને અંતે શાળાના શિક્ષક વસુદેવભાઈ ભોરણિયાએ આભાર વિધિ કરી હતી

અમરપરા તાલુકા શાળા

વાંકાનેર શહેર ભાજપ ઉપપ્રમુખ હિરેનભાઈ ખીરૈયા, વાંકાનેર શહેર યુવાભાજપ  પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, બી.એસ.પટેલ સાહેબ, આબિદભાઈ કોવાડીયા,બાદી જાવિદભાઈ, સુરેલા, પ્રિન્સિપાલ જાદવ જાગૃતિબેનની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં બાળકોએ સરસ જલ એ જ જીવન અને પર્યાવરણ વિષે માહિતી આપી હતી.

વજેપરવાડી, શક્ત શનાળા અને રાજપરમાં પ્રવેશોત્સવ

મોરબીમાં આંબાવાડી ક્લસ્ટરની શાળા વજેપરવાડી, શક્ત શનાળા કુમાર શાળા, કન્યા શાળા,પ્લોટ શાળા અને રાજપર તાલુકા શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દાતાઓ તરફથી વિદ્યાર્થીઓ શૈક્ષણિક કીટ તેમજ પરિક્ષામાં એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર એન.એમ.એમ.એસ.પરીક્ષામાં નંબર પ્રાપ્ત કરનારને ઇનામ આપવામાં આવ્યા હતા અને વિજયભાઈ દલસાણીયા, હર્ષદભાઈ મારવણીયા અને દિનેશભાઈ ભેંસદડીયાનું સી.આર.સી. વતી સાલ ઓઢાડી, સન્માન પત્ર અદકેરું સન્માન કરાયું હતું, આ તકે મામલતદાર જી.એચ. રૂપાપરા, બી.એમ.સોલંકી, દિનેશભાઈ ગરચર, દિનેશભાઈ વડસોલા,  જ્યંતીભાઈ પડસુંબિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News