ટંકારા ઓવરબ્રિજનું અધુરૂ કામ સહિત અનેક સમસ્યાઓથી પારાવાર મુશ્કેલી ભોગવતા ગ્રામજનો
SHARE









ટંકારા ઓવરબ્રિજનું અધુરૂ કામ સહિત અનેક સમસ્યાઓથી પારાવાર મુશ્કેલી ભોગવતા ગ્રામજનો
છેલ્લા પાંચ વર્ષથી ટંકારા ઓવરબ્રિજનું કામ ચાલુ છે જે આજ સુધી પૂર્ણ ન થયું હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને ઓવરબ્રિજનું કામ અધૂરું હોવાથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેમ છતાં પણ તંત્ર કોન્ટ્રાક્ટર સામે વામણું સાબિત થઈ રહ્યું છે. જેથી કરીને વહેલી તકે કામ પૂરું કરવામાં આવે તે અનિવાર્ય છે અત્રે ઉલેખનીય છે કે, ટંકારા અને મિતાણામાં ઓવરબ્રિજના લોકાર્પણ પુર્વે જ બ્રિજ ચાલુ થઈ ગયા છે. અને મિતાણા ગામે સર્વિસ રોડ આપ્યો જ નથી. જેના લીધે ત્યાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ? તે સવાલ ઊભો થયો છે અને હાલ ચોમાસુ ચાલુ થઈ ગયુ છે તો પણ ઓવરબ્રિજનું કામ સો ટકા પૂરું કરવામાં આવ્યું નથી અને સોસાયટીના પાણીના નિકાલનો પશ્ન પુરો થયો નથી નથી આવા સમયે જો ભારે વરસાદ પડશે તો કોન્ટ્રાકટર અને તંત્રની બેદરકારીના લીધે લોકોને વધુ હેરાન થવું પડશે તે નિશ્ચિત છે
