હળવદના સુંદરગઢ ગામે દુકાનદારના પૈસા ઝુંટવીને ભાગેલા બે તસ્કરોને લોકોએ આપ્યો મેથીપાક
મોરબીની સેશન કોર્ટમાંથી બળાત્કારના આરોપીનો જામીન પર છુટકારો
SHARE









મોરબીની સેશન કોર્ટમાંથી બળાત્કારના આરોપીનો જામીન પર છુટકારો
ટકારા પોલીસે ફરિયાદ આધારે બળાત્કારના કેસમાં આરોપી પ્રકાશ ડાંગરની ધરપકડ કરી હતી અને ભોગ બનનાર ફરિયાદીને ૨૦૨૦ થી આજ દિન સુધી ગોંધી રાખી માર મારી તેની સંમતિ વગર અવાર નવાર જાતીય પ્રવેશ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ તે અંગે આરોપી સામે IPC કલમ 376 (2) (N) 344, 323, 506 (2) તે મુજબનો ગુનો નોંધાયેલ અને આરોપીની ધરપકડ કરેલ હતી
આ કામે આરોપી તરફથી મોરબી જિલ્લાના ધારાશાસ્ત્રી દિલીપભાઈ આગેચણીયા મારફતે આરોપીને જામીન પર મુક્ત કરવા સેશન કોર્ટમાં અરજી દાખલ કરેલ હતી અને દલીલ કરેલ કે આ કામમાં આરોપીએ કોઈ ગુનો કરેલ નથી આરોપી તદ્દન નિર્દોષ છે આરોપી ફરિયાદી સાથે ઘણા વર્ષોથી લિવ ઇન રિલેશનશિપનો કરાર કરેલ છે જેથી આરોપી દ્વારા કોઈ બળજબરી પૂર્વકનું કૃત્ય કરવામાં આવેલ નથી તેમજ કોઈપણ વ્યક્તિ સામે આક્ષેપો સાબિત ન થાય ત્યાં સુધી એવી વ્યક્તિને નિર્દોષ માનવો જોઈએ તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે સંજય ચંદ્રા વિરુદ્ધ સીબીઆઈનું કેસમાં જામીનને લગતા સિદ્ધાંતો આપેલ છે તે મુજબ આરોપીને જામીન પર મુક્ત કરવો જોઈએ વગેરે અને કાયદાકીય દલીલ કરવામાં આવેલ હતી જેને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને દસ હજારના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જિલ્લાના ધારાશાસ્ત્રી દિલીપભાઈ આગેયાણીયા, જીતેન આગેચાણીયા, જીતુ સોલંકી, મોનીકા ગોલતર, હીતેષ પરમાર, દીવ્યા સીતાપરા, ડિમ્પલ રૂપાલા, સાગર પટેલ, સહેનાઝ ખાન રોકાયેલા હતા
