મોરબી સિરામિક એસો.ના જીસીસીના દેશોમા એન્ટી ડમ્પીંગ ડ્યુટી પ્રશ્ને કેન્દ્રિય મંત્રીને રજૂઆત
હળવદના સુંદરગઢ ગામે દુકાનદારના પૈસા ઝુંટવીને ભાગેલા બે તસ્કરોને લોકોએ આપ્યો મેથીપાક
SHARE









હળવદના સુંદરગઢ ગામે દુકાનદારના પૈસા ઝુંટવીને ભાગેલા બે તસ્કરોને લોકોએ આપ્યો મેથીપાક
મોરબી જિલ્લાને છેલ્લા ઘણા સમયથી તસ્કરો અને લુંટારૂઓ ઘમરોળી રહ્યા છે.તેમ કહીએ તેઓ અતીશ્યોકિત નથી કારણ કે છેલ્લા ઘણા સમયથી હળવદ પંથકમાં અનેક નાની-મોટી ચોરીઓના બનાવ બન્યા છે તે રીતે મોરબીમાંથી પણ ચીલઝડપ, ચોરી, લુંટ સહિતના ગંભીર બનાવો બન્યા છે.હળવદ પંથકમાં થયેલ મોટાભાગની ચોરીઓ હજુ પણ અનડીટેકટ છે તેમજ ચોરીના વધતા બનાવોથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તેવામાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામે અનાજ કરિયાણાની દુકાન ધરાવતા દુકાનદારને ત્યાં બે સરદારજી જેવા ઇસમો બાઈકમાં આવ્યા હતા અને કરિયાણાની દુકાને બેઠેલા દુકાનદારના હાથમાં રહેલ રૂપીયા એક હજાર ઝુંટવીને ભાગ્યા હતા અને આ અંગે ગામમાં દેકારો થતા અને ગામના લોકો પાછળ બંને તસ્કરોની પાછળ પડ્યા હતા અને આગળના ગામ એવા માથક ગામે બનાવની જાણ કરી દીધી હતી જેથી માથક ગામના લોકો પણ વોચમાં હતા અને બાઇકમાં ભાગેલા બેંને ઈસમોનું બાઈક સ્લીપ થઈ જતાં બંને પડી ગયા હતા અને બાદમાં લોકોએ બંનેને પકડીને મેથીપાક આપીને હળવદ પોલીસને આ અંગે જાણ કરી હતી જોકે આ અંગે હાલમાં લૂંટ-ચોરી કે ચીલઝડપ અંગેનો કોઈ ગુનો હળવદ પોલીસ ચોપડે નોંધાયો નથી તે નરી વાસ્તવિકતા છે..! જો આ રીતે દરેક બનાવોને દબાવવામાં આવતા હોય તો ક્રાઇમ રેટ ઓછો જ બતાયને અને માટે જ રાજ્યના ગૃહમંત્રી તેમના નિવેદનમાં જણાવે છે કે ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે..! પણ ખરી વાસ્તવિકતા શું છે તે મોરબીવાસીઓ સારી રીતે જાણે છે.
