વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શાળારૂપી ઉદ્યાનમાં બાળકુસુમોને મહેકતા રાખજો: બ્રિજેશભાઇ મેરજા


SHARE

















મોરબી જીલ્લામાં શાળારૂપી ઉદ્યાનમાં બાળકુસુમોને મહેકતા રાખજો: બ્રિજેશભાઇ મેરજા

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના ઇન્દીરાનગર, મહેન્દ્રનગર તેમજ ઘુંટુ પ્રાથમિક શાળામાં બાળકોને વ્હાલભેર શાળામાં પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરી હતી.

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના ઇન્દીરાનગર, મહેન્દ્રનગર તેમજ ઘુંટુ પ્રાથમિક શાળાઓમાં બાલુડાઓને કાખમાં બેસાડી તેમજ આંગળી પકડીને ઉષ્માભેર શાળાના પટાંગણમાં પ્રવેશ કરાવ્યો હતો. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૨ માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાના વિસ્તાર તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના પ્રયાસથી આ ક્રાંતિકારી પહેલ કરી હતી અને હાલ ગુજરાત સરકારે આ વણથંભી યાત્રા અવિરત પણે ચાલુ રાખી છે. શિક્ષણ વિના જીવન અધુરુ છે તથા કન્યા કેળવણી પણ એટલી જ જરૂરી છે તેવું જણાવી , દીકરી  તુલસીનો ક્યારો છે, શાળા અને ઘરમાં અપાતા સંસ્કારને સુવાસિત કરીને દીકરી બે ઘર તારે છે તેવું ઉમેર્યુ હતુ.

નામાંકન એ શરૂઆત છે તેવું જણાવી, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓને સંબોધીને જણાવ્યું હતું કે, આ બાળકોની હાજરી શાળાઓમાં અવિરત રહે તેવા શિક્ષકો પ્રયાસ કરે અને તેમની અભિરૂચીને કેળવે. ઉપરાંત બાળકો નિયમિત શાળાએ જાય તેનું ખાસ ધ્યાન રાખવા બાળકોના માતા-પિતાને પણ અપીલ કરી હતી. બાળકોમાં રહેલા કૌવત અને સુષુપ્ત કૌશલ્યને ઓળખીને તેને પોષતું રહેવા પણ તેઓએ  શિક્ષકોને જણાવ્યું હતું. વધુમાં શાળારૂપી ઉદ્યાનમાં આ મધમધતા બાળકુસુમોને હંમેશા મહેકતા રાખવા પણ જણાવ્યું હતું. ગુજરાતના ગામડા ખૂંદી ને સરકાર દ્વારા બાળકો ભણે આગળ વધી તેમની કારકિર્દી બનાવે તેના જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા બાળકો તેમ વધુમાં જણાવ્યું હતું.

કલેકટર જે.બી.પટેલે પણ ગામડાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને બાળકો શિક્ષિત બની ઉત્તમ ભાવિ નાગરિકો બને તે તરફના સહિયારા પ્રયાસ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ બાળકોની સાથે બાળક બની તેમની સાથે બેસીને બાળકોની જ કાલીઘેલી ભાષામાં વાતચીત કરી હતી. આ ઉપરાંત આગળ જતા તેમણે શું બનવું છે તેવી મહત્વકાંક્ષાઓની પણ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમનો હર્ષ ઉલ્લાસ બાળકોના ચહેરા પર વર્તાઈ રહ્યો હતો. ઇન્દીરાનગર પ્રાથમિક શાળામાં ૮૩ બાળકો ને આંગણવાડીમાં ૧૬ બાળકો,  મહેન્દ્રનગર પ્રાથમિક શાળામાં ૩૯ બાળકો અને આંગણવાડીમાં ૩૩ બાળકો, ઘુંટુ પ્રાથમિક શાળામાં ૮૫ બાળકો અને આંગણવાડીમાં ૪૦ બાળકો મળી પ્રાથમિક શાળામાં કુલ ૨૦૭ તેમજ આંગણવાડી માં ૮૯ વિદ્યાર્થીઓને આ તકે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી તેમજ અગ્રણી સર્વ જીગ્નેશભાઈ કૈલા, અરવિંદભાઈ વાંસદડિયા, રાજાભાઈ પરમાર, જયેશભાઈ કાલરીયા, ભાવેશભાઈ પરમાર, સુરેશભાઈ શિહોરા, ભાવનાબેન શેરસીયા, જયંતીભાઈ શેરસીયા, મનસુખભાઈ આદ્રોજા તેમજ વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, શાળાના આચાર્યઓ, શિક્ષકો, વાલીગણ, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News